Heavy Rain in Delhi: દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં બુધવારે રાત્રે હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. ભયંકર વરસાદ અને તોફાનથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ઠપ થઈ ગયો છે, ત્યારે ટ્રાફિકજામની સ્થિતિ પણ સર્જાઈ છે. દિલ્હીના સફદરજંગમાં 79 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો. ગાઝિયાબાદમાં વાવાઝોડા બાદ ભારે વરસાદ શરૂ થઈ ગયો. જ્યારે કેટલાક વિસ્તારોમાં કરા પણ પડ્યા છે.