ડુંગળીમાં હોલસેલનોભાવ રૂ.૮,જ્યારે રીટેલમાં રૂ.૪૦
અમદાવાદ : ડુંગળીની ખાસીયત એ છે કે તેની દરેક મુવમેન્ટ કોઇનેને કોઇને રડાવતી જાય છે. જો ડુંગળીના ભાવ વધે તો પ્રજાની આંખમાંથી આસુ પડે છે, તેના ભાવ ઘટેતો તેનું ઉત્પાદન કરતા કિસાનોની આંખમાંથી પાણી પડે છે જો ચૂંટણી સમયે તેનો સંગ્રહ કરનારા બિન્દાસ્ત બને તો સત્તાધારી પક્ષને રોવાનો વારો આવે છે.