Coronavirus in Delhi: ફરી એકવાર કોવિડ-19ના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. જેને લઈને તમામ હોસ્પિટલોને બેડ, ઓક્સિજન, વેન્ટિલેટર સહિત અન્ય સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે સ્વાસ્થ્ય સેવા મહાનિર્દેશાલયે એક એડવાઈઝરી જાહેર કરી છે. આમાં, હોસ્પિટલ પરિસરમાં માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી છે.
દિલ્હીમાં કોવિડના 23 કેસની પુષ્ટિ થઈ
દિલ્હી સરકારના સ્વાસ્થ્ય મંત્રી પંકજ કુમાર સિંહે શુક્રવારે કોવિડ-19ની વર્તમાન પરિસ્થિતિ અંગે સ્વાસ્થ્ય અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.