Pakistani Spy : ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ બાદ દેશમાંથી એક પછી એક અનેક પાકિસ્તાની જાસૂસોની ધરપકડ કરવામાં આવી રહી છે. આ જ ક્રમમાં ઉત્તર પ્રદેશની એટીએસ ટીમે પાકિસ્તાન માટે જાસૂસ કરતા વધુ એક યુવકની દિલ્હીથી ધરપકડ કરી છે. યુપી એટીએસની ટીમે દિલ્હીના સલીમપુર વિસ્તારમાંથી હારૂન નામના વ્યક્તિને પકડ્યો છે. હારુન પાકિસ્તાની હાઈ કમિશનના કર્મચારીના સંપર્કમાં હોવાનો પણ ખુલાસો થયો છે. જાસૂસીનું નેટવર્ક હરિયાણા-પંજાબ બાદ હવે ઉત્તર પ્રદેશ-દિલ્હી સુધી પહોંચી ગયું હોય, તેમ અત્યાર સુધીમાં કુલ 14 લોકોની ધરપકડ કરવામાં આવી છે.