Operation Sindoor : ભારતીય સેનાએ બહાદુરીપૂર્વક ઓપરેશન સિંદૂર પાર પાડ્યા બાદ જવાનો માટે એક વિશેષ બુકલેટ જાહેર કરી છે. બુટકેટમાં તે ઓપરેશન રૂમની તસવીરો જાહેર કરવામાં આવી છે, જેમાં મુખ્ય સૈન્ય કાર્યવાહી પર દેખરેખ કરાતી હતી. તસવીરોમાં આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, નેવી ચીફ એડમિરલ દિનેશ કે. ત્રિપાઠી અને એરફોર્સ ચીફ એર ચીફ માર્શલ એ.પી. સિંહ ઓપરેશન પર નજર રાખતા દેખાઈ રહ્યા છે.