Bihar CM Nitish Kumar in the news again: બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર ઘણીવાર તેમની અજીબોગરીબ હરકતોના કારણે ચર્ચામાં રહે છે. આજે ફરી એક વાર આવી જ હરકતથી ચર્ચામાં આવ્યા છે. મુખ્યમંત્રી નીતીશ કુમારે આજે સોમવારે રાજધાની પટનામાં એક કાર્યક્રમ દરમિયાન બિહાર સરકારના કેબિનેટ અધિક મુખ્ય સચિવ (IAS)ના માથા પર છોડનું કૂંડું મૂક્યુ હતું.
મુખ્યમંત્રીએ આજે પટનામાં લલિત નારાયણ મિશ્રા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક ડેવલપમેન્ટ એન્ડ સોશિયલ ચેન્જ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપી હતી.