Panchkula Suicide Case: હરિયાણાના પંચકૂલા સેક્ટર 27માં સોમવારે રાત્રે અંદાજિત 10:15 વાગ્યે સાત લોકોએ ઝેર ખાઈને આપઘાત કર્યાની ઘટનામાં સંપૂર્ણ સત્ય હજુ સુધી બહાર નથી આવ્યું. આ મામલે હત્યા અને આપઘાત બંને એન્ગલથી પોલીસ તપાસ કરી રહી છે. પોલીસને ઘટના સ્થળેથી બે સુસાઈડ નોટ મળી છે. પ્રવીણ મિત્તલના સસરા રાકેશ ગુપ્તાનું કહેવું છે કે, કરોડોનું દેવું થઈ જતા પ્રવીણ ચિંતામાં હતો. તેના પર ફાઇનાન્સરોનું પ્રેશર પણ હતું, એટલા માટે પ્રવીણ અને તેના પરિવાર આપઘાત કરી લીધો. ઝેર ખાઈને આપઘાત કરનારાઓમાં પ્રવીણ મિત્તલ (42), તેમના પત્ની રીના (38), માતા વિમલા (71), પિતા દેશરાજ (72), જુડબા દીકરીઓ હિમશિખા અને ડલિશા (11) અને દીકરો હાર્દિક (14) સામેલ હતા.