Bihar STF Vehicle Accident: ગુજરાત આવી રહેલી બિહાર STF (સ્પેશિયલ ટાસ્ક ફોર્સ)ની ગાડીનો મધ્ય પ્રદેશમાં અકસ્માત થયો છે. આ અકસ્માતમાં બે જવાનોના મોત નિપજ્યા છે અને ચાર અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ દુર્ઘટના રતલામના દિલ્હી-મુંબઈ 8 લેનવાળા એક્સપ્રેસ પર થઈ હતી.
આ પણ વાંચોઃ ઓડિશાના રાઉરકેલામાં વિસ્ફોટકો ભરેલી ટ્રક નક્સલીઓ લૂંટી ગયા, ડ્રાઈવરનું પણ અપહરણ
દરોડા પાડવા જતા સમયે થયો અકસ્માત
સમગ્ર ઘટનાની જાણકારી મળતા ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. રતલામ હોસ્પિટલમાં ઈજાગ્રસ્ત જવાનોની સારવાર થઈ રહી છે અને એકની સ્થિતિ ખૂબ જ ગંભીર જણાવવામાં આવી રહી છે. રતલામ SP અમિત કુમારે જણાવ્યું કે, બિહાર STFના જવાન દરોડા પાડવા જઈ રહ્યા હતા. તમામ લોકો બિહારથી ગયાના સ્કૉર્પિયો દ્વારા ગાંધીધામ જઈ રહ્યા હતા પરંતુ, વચ્ચે અકસ્માતનો ભોગ બન્યા હતા.
આ પણ વાંચોઃ આસામ પોલીસ પર 171 ફેક એન્કાઉન્ટરનો આરોપ, સુપ્રીમ કોર્ટે માનવ અધિકાર પંચને સોંપી તપાસ
બે જવાનોના મોત
અકસ્માત ગાડી પલટવાના કારણે થયું હતું. મળતી માહિતી મુજબ, સંતુલન બગડતા ગાડી પલટી ગઈ હતી. સિક્રેટ મિશન પર ગાંધીધામ જઈ રહેલી STFની ગાડીએ અચાનક સંતુલન ગુમાવ્યું અને અકસ્માત થઈ ગયો. ઈજાગ્રસ્તે જણાવ્યું કે, અકસ્માત ગાડી લગભગ 100 મીટર સુધી ઢસેડાઈ હતી. અકસ્માતમાં જીવ ગુમાવનાર જવાનની ઓળખ સબ ઇન્સ્પેક્ટર મુકુંદ મુરારી અને કોન્સ્ટેબલ વિકાસ કુમાર છે. વળી, ઈજાગ્રસ્તોનું નામ- સબ ઇન્સ્પેક્ટર સંતોષ કુમાર, કોન્સ્ટેબલ જીવધારી કુમાર, કોન્સ્ટેબલ મિથિલેશ પાસવાન અને કોન્સ્ટેબલ રંજન કુમાર છે.