UPSC Prelims Exam 2025 : ગુજરાત સહિત દેશભરમાં આજે રવિવારે (25 મે, 2025)ના રોજ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) સિવિલ સર્વિસિસની પ્રિલિમ્સ પરીક્ષા યોજાઈ હતી. UPSCની પ્રિલિમ્સ પરીક્ષા બે તબક્કામાં લેવામાં આવી હતી. જેમાં પહેલું પેપર GSનું સવારે 9:30થી 11:30 વાગ્યે અને બીજુ પેપર CSATનું બપોરે 2:30થી 4:30 વાગ્યામાં લેવામાં આવ્યું હતું. જેમાં GSનું પેપર મધ્યમથી અઘરું હોવાનું ઉમેદવારોનું કહેવું છે. CSATને લઈને પ્રિલિમ્સનું મેરિટ હાઈ જવાની શક્યતા છે. બીજી તરફ, UPSCનું પેપર 30 હજારમાં મળી જશે એવી રીલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ હોવાનું સામે આવ્યું હતું.