Naxalites looted 200 boxes of gelatin in Jharkhand: ઝારખંડના સારંડાના જંગલમાં નકસલીઓએ 200 પેટી જિલેટિનની લૂંટ કરી છે. જિલેટિન લૂંટવાની આ ઘટના ઝારખંડ સરકાર માટે પડકાર રુપ બની છે. કારણ કે, નકસલીઓ આ જિલેટિનનો ઉપયોગ મોટા વિસ્ફોટક બોમ્બ બનાવવામાં કરે છે.
સારંડા જંગલમાં 27 મે 2025 ના રોજ બની ઘટના
એક બાજુ છત્તીસગઢના બસ્તર જિલ્લાને નક્સલ મુક્ત જાહેર કરવામાં આવ્યો છે, તો બીજી બાજુ ઝારખંડમાં નક્સલીઓએ એક મોટી ઘટનાને અંજામ આપ્યો છે. રાજ્યના સારંડા જંગલમાં 27 મે 2025 ના રોજ નક્સલીઓએ પથ્થરની ખાણ તરફ જઈ રહેલા એક ટ્રકને લૂંટી હતી. જેમાં જિલેટીનના 200 બોક્સ (વિસ્ફોટક સામગ્રી) હતા. પોલીસને એક ખાલી ટ્રક મળી જ્યારે તેમાથી જિલેટીન ગાયબ હતું. આ ઘટના કેબલંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી, એ પછી ઝારખંડ અને ઓડિશા પોલીસ હાઇ એલર્ટમાં આવી ગઈ છે.
જિલેટીન એક ખતરનાક વિસ્ફોટક છે
જિલેટીન એક ખતરનાક વિસ્ફોટક છે. તેનો ઉપયોગ ખાણકામમાં પથ્થરો તોડવા માટે કરવામાં આવે છે. જ્યારે નક્સલીઓ તેનો ઉપયોગ હુમલા માટે કરે છે. ઉલ્લેખનીય છે કે, નકસલીઓએ આટલા મોટા પ્રમાણમાં જિલેટિનની લૂંટ કરતાં સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાયો છે, કારણ કે સારંડા જંગલ લાંબા સમયથી નક્સલીઓનો ગઢ રહ્યું છે. હવે તેમની પાસે મોટી માત્રામાં જિલેટીન પણ આવી ગયું છે.
જિલેટીન લૂંટની ઘટના ઝારખંડ સરકાર માટે એક મોટો પડકાર છે કારણ કે સરકારનું લક્ષ્ય 2026 સુધીમાં નક્સલવાદનો અંત લાવવાનું છે. છત્તીસગઢના બસ્તર જિલ્લાને નક્સલ મુક્ત જાહેર કરવામાં આવ્યો છે. અહીંથી માઓવાદીઓનો સફાયો થઈ ગયો છે, પરંતુ ઝારખંડમાં નક્સલવાદીઓનો આતંક ઓછો થઈ રહ્યો નથી. તો ચાલો જાણીએ જિલેટીન શું છે.
જિલેટીન શું છે અને તે કેવી રીતે બને છે
જિલેટીન એક રંગહીન, સ્વાદહીન, પારદર્શક પ્રોટીન છે જે પ્રાણીઓના હાડકાં, ચામડી અને જોડાયેલી પેશીઓમાંથી મેળવેલા કોલેજનના હાઇડ્રોલિસિસ દ્વારા બનાવવામાં આવે છે. જિલેટીન એક વિસ્ફોટક પદાર્થ છે. ટેકનિકલ ભાષામાં તેને નાઇટ્રોસેલ્યુલોઝ અથવા ગન કોટન પણ કહેવામાં આવે છે.
જિલેટીનનો ઉપયોગ ખડકો તોડવા માટે કરાય છે
આ નાઇટ્રોગ્લિસરિન અથવા નાઇટ્રોગ્લાયકોલને તોડીને તેમાં લાકડાનો પલ્પ અથવા સોલ્ટપીટર ઉમેરવામાં આવે છે. તેથી ધીમે ધીમે બળે છે અને સામાન્ય રીતે ડિટોનેટર વિના વિસ્ફોટ થઈ શકતો નથી. જિલેટીનનો ઉપયોગ બેલાસ્ટ ક્રશર પર ખડકો તોડવા માટે થાય છે. તેનો ઉપયોગ પર્વતો તોડવા માટે વિસ્ફોટક તરીકે કરવામાં આવે છે. તેના ઉપયોગ દરમિયાન ઘણી સાવધાની રાખવી પડે છે. તેને સૂકવીને પાવડર અથવા શીટના રૂપમાં પણ બનાવવામાં આવે છે. આ પ્રક્રિયા તેને પાણીમાં ઓગળીને જેલ બનાવવા સક્ષમ બનાવે છે.
નક્સલીઓ તેનો ઉપયોગ વિસ્ફોટ કરવા કરે છે
જિલેટીનનો ઉપયોગ ખાદ્ય ઉદ્યોગ, ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ, ફોટોગ્રાફિ ફિલ્મો વગેરેમાં કરવામાં આવે છે. જોકે, તેનો સૌથી ખતરનાક ઉપયોગ વિસ્ફોટકોમાં થાય છે, જ્યાં જિલેટીન સ્ટિક્સ (નાઇટ્રોસેલ્યુલોઝ અથવા ગન કોટનથી બનેલી) નો ઉપયોગ ખાણકામ, પથ્થર તોડવા અથવા નક્સલવાદી પ્રવૃત્તિઓમાં વિસ્ફોટક કરવા માટે થાય છે.