Monsoon enters 17 states of the country : દેશમાં 17 રાજ્યોમાં ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે. બુધવારે ચોમાસું સમયથી 12 દિવસ પહેલા છત્તીસગઢ અને 13 દિવસ પહેલા ઓડિશા પહોચ્યું છે. બંન્ને રાજ્યોના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ થયો છે.
આ પણ વાંચો: જે વૃદ્ધને 19 વખત સાપે ડંખ માર્યા, તે જીવતા મળ્યા, સરકારી સહાયના નામે 76 લાખની છેતરપિંડી કરી ગયા અધિકારી
અહીં વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે
મહારાષ્ટ્રના મુંબઈ, નવી મુંબઈ, ઠાણે, પાલઘર, રાયખઢમાં આજે ભારે વરસાદ થઈ રહ્યો છે. અહીં વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. બદલાપુર, ઉલ્હાસનગર, કલ્યાણ, ડોમ્બિવલી અને થાણેના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.
રાજસ્થાનના બુંદી જિલ્લામાં તીવ્ર ગરમી
રાજસ્થાનમાં હવામાનના ત્રણ રુપ જોવા મળી રહ્યા છે. બુંદી જિલ્લામાં તીવ્ર ગરમી પડી રહી છે. અહીં ગામમાં એક વૃદ્ધ મહિલાનું મૃત્યુ થયું છે. તપાસમાં જાણવા મળ્યું કે, આ મૃત્યુ હીટવેવને કારણે મોત થયું છે. ઉદયપુર, ચિત્તોડગઢ-ભીલવાડામાં વરસાદ ચાલુ છે. જેસલમેરમાં સવારથી ભારે આંધી- તોફાન છે.
મધ્યપ્રદેશના 15 થી વધુ જિલ્લાઓમાં મંગળવારે વરસાદ
મધ્યપ્રદેશના 15 થી વધુ જિલ્લાઓમાં મંગળવારે વરસાદ પડ્યો હતો. આજે પણ ભોપાલ, ઇન્દોર-ઉજ્જૈન સહિત 40 જિલ્લાઓમાં જોરદાર આંધી સાથે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. કેટલાક જિલ્લાઓમાં આંધીની ઝડપ 50 કિમી પ્રતિ કલાક સુધી હોઈ શકે છે. આજે બિહારના 12 જિલ્લાઓમાં વરસાદ અંગે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો: ગરમી,પૂર, દુકાળ અને આગ, આગામી 5 વર્ષ તૂટશે તમામ રેકોર્ડ, UN નો ચોંકાવનારો રિપોર્ટ
24 થી 28 મે: આ રાજ્યોમાં પહોંચ્યું
કેરળ, કર્ણાટક, છત્તીસગઢ, તમિલનાડુ, પોંડિચેરી, આંધ્ર પ્રદેશ, ગોવા, મહારાષ્ટ્ર, તેલંગાના, મિઝોરમ, મણિપુર, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલય, ત્રિપુરામાં પહોંચ્યું છે.
આ રાજ્યોમાં ભારે વરસાદ પડશે
કેરળ, તમિલનાડુ, પુડુચેરી, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં હવામાન ખરાબ રહેશે. 28 થી 30 મે દરમિયાન આ રાજ્યોમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં કેરળ અને દરિયાકાંઠાના કર્ણાટકમાં ઘણી જગ્યાએ 100 મીમીથી વધુ વરસાદ નોંધાયો છે. ઉપરાંત, વીજળી અને ભારે પવનને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. પશ્ચિમ ભારતમાં, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને વિદર્ભમાં પણ વાવાઝોડાનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, કોંકણ અને ગોવામાં 2 જૂન સુધી વ્યાપક વરસાદ પડી શકે છે. ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, જે 40-60 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે.