Mithi River Desilting Scam : મુંબઈની મીઠી નદી કૌભાંડમાં શિવસેનાના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે અને બોલિવૂડ અભિનેતા ડીનો મોરિયો પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. થોડા દિવસ પહેલા કૌભાંડ મામલે મોરિયોની પૂછપરછ કરવામાં આવી હતી, ત્યારે શિંદે જૂથના નેતા સંજય નિરુપમે આક્ષેપ કર્યો છે કે, ‘આદિત્ય ઠાકરે અને ડીનો મોરિયો નજીકના મિત્રો છે.’
કૌભાંડ મામલે ડીનો મોરિયોની પૂછપરછ કરાઈ હતી
મીઠી નદીમાંથી કાદવ કાઢવાના કોન્ટ્રાક્ટ હેઠળ 65 કરોડ રૂપિયાના કથિત કૌભાંડમાં મહારાષ્ટ્ર પોલીસની આર્થિક ગુના શાખા (EOW)એ મોટી કાર્યવાહી કરી હતી અને કોન્ટ્રાક્ટર, નગર નિગમના અધિકારીઓ સહિત 13 લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. થોડા દિવસ પહેલા આ મામલે ડીનો મોરિયોની પૂછપરછ કરાઈ હતી.