Mamta Banerjee On PM Modi : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ TMC સરકાર પર પ્રહાર કરનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે, બંગાળ વિરુદ્ધ નિવેદનબાજી યોગ્ય નથી. ઓપરેશન સિંદૂર અને પહેલગામ આતંકી હુમલા અંગે મમતા બેનર્જીએ કહ્યું કે,‘વડાપ્રધાન મોદીએ જે કહ્યું તેનાથી અમને આઘાત લાગ્યો છે અને તે સાંભળવું દુર્ભાગ્યપૂર્ણ પણ છે.’
મમતા બેનર્જીનો PM મોદીને પડકાર
મમતાએ કહ્યું કે, ‘સમગ્ર વિપક્ષ દુનિયામાં દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે અને દેશના રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવા માટે એક સાહસિક પગલું ભરી રહ્યા છે, પરંતુ શું વડાપ્રધાન અને તેમના નેતાઓ માટે એવું કહેવાનો સમય આવી ગયો છે કે, તેઓ ઓપરેશન સિંદૂરની જેમ ઓપરેશન બંગાળ પણ કરશે.