gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ઈરાન-અમેરિકા ફરી યુદ્વથી સેન્ટીમેન્ટ ડહોળાયું : સેન્સેક્સ 516 પોઈન્ટ ગબડીને 77328 | Sentiment dampen…

G METRO NEWS by G METRO NEWS
May 9, 2026
in Business
0 0
0
ઈરાન-અમેરિકા ફરી યુદ્વથી સેન્ટીમેન્ટ ડહોળાયું : સેન્સેક્સ 516 પોઈન્ટ ગબડીને 77328 | Sentiment dampen…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્વના અંતને બદલે ફરી યુદ્વ શરૂ થઈ ગયું હોઈ એમ ડ્રોન-મિસાઈલ હુમલા થવા લાગતાં વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેર બજારોમાં આજે સપ્તાહના અંતે ફરી સેન્ટીમેન્ટ ડહોળાયું હતું. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ત્રિમાસિક પરિણામ નબળા આવતાં ફંડોએ આજે બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં મોટું ઓફલોડિંગ કર્યું હતું. મેટલ-માઈનીંગ, ઓઈલ-ગેસ, ઓટો શેરોમાં પણ વેચવાલી કરી હતી. અલબત કન્ઝયુમર ડયુરેબલ્સ, આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, હેલ્થકેર શેરોમાં ફંડોની ખરીદી થઈ હતી. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો આજે ૨૧ પૈસા નબળો પડીને ૯૪.૪૭ થઈ જતાં અને વિશ્વ બજારમાં ક્રુડ ઓઈલના ભાવ ઘટતાં અટકી ફરી મજબૂત થઈ બ્રેન્ટ ૧૦૦.૬૨ ડોલર અને નાયમેક્ષ ૯૪.૯૬ ડોલર થઈ જતાં સાવચેતીમાં શેરોમાં ફંડોની વેચવાલી વધી હતી. સેન્સેક્સ ૫૧૬.૩૩ પોઈન્ટ ઘટીને ૭૭૩૨૮.૧૯ અને નિફટી ૫૦ સ્પોટ ૧૫૦.૫૦ પોઈન્ટ ઘટીને ૨૪૧૭૬.૧૫ બંધ રહ્યા હતા. 

સ્ટેટ બેંકની નબળી કામગીરીએ શેર રૂ.૭૨ તૂટીને રૂ.૧૦૨૦  બીઓબી, એચડીએફસી, પીએનબી ઘટયા

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનો ચોથા ત્રિમાસિકમાં ચોખ્ખો નફો અપેક્ષાથી ઓછો ૬ ટકા વધીને રૂ.૧૯,૬૮૪ કરોડ થતાં શેરમાં ફંડોએ હેમરિંગ કર્યું હતું. શેર રૂ.૭૨.૨૫ તૂટીને રૂ.૧૦૧૯.૫૫ બંધ રહ્યો હતો. બેંક ઓફ બરોડા રૂ.૬.૩૦ ઘટીને રૂ.૨૬૪.૦૫, એચડીએફસી બેંક રૂ.૧૪.૬૫ ઘટીને રૂ.૭૮૧.૨૦, પીએનબી રૂ.૧.૯૫ ઘટીને રૂ.૧૦૭.૨૦, એક્સિસ બેંક રૂ.૨૨.૯૫ ઘટીને રૂ.૧૨૬૯.૪૦, કેનેરા બેંક રૂ.૧.૬૦ ઘટીને રૂ.૧૩૪.૩૫, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૧૨.૯૦ ઘટીને રૂ.૧૨૬૪.૮૦ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૭૪૫.૨૧ પોઈન્ટ તૂટીને ૬૨૩૫૩.૮૨ બંધ રહ્યો હતો.

મટેલ-માઈનીંગ શેરોમાં પ્રોપિટ બુકિંગ : એનએમડીસી, જિન્દાલ સ્ટેનલેસ, સેઈલ, એપીએલ અપોલો ઘટયા

મેટલ-માઈનીંગ શેરોમાં ફંડોએ આજે  પ્રોફિટ બુકિંગ કર્યું હતું. એનએમડીસી રૂ.૧.૪૦ ઘટીને રૂ.૮૮.૮૦, જિન્દાલ સ્ટેનલેસ રૂ.૧૧ ઘટીને રૂ.૭૫૫.૧૦, સેઈલ રૂ.૨.૫૫ ઘટીને રૂ.૧૮૪.૯૦, એપીએલ અપોલો રૂ.૨૪ ઘટીને રૂ.૧૯૪૮.૮૦, ટાટા સ્ટીલ રૂ.૨.૬૦ ઘટીને રૂ.૨૧૪.૪૫, હિન્દાલ્કો રૂ.૧૧.૮૫ ઘટીને રૂ.૧૦૪૩.૭૦, જિન્દાલ સ્ટીલ રૂ.૧૦.૪૫ ઘટીને રૂ.૧૨૪૮.૧૦, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૫.૬૦ ઘટીને રૂ.૧૨૭૭.૭૦ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૩૭૪.૮૦ પોઈન્ટ ઘટીને ૪૨૭૪૩.૬૪ બંધ રહ્યો હતો.

આઈટી-સોફ્ટવેર શેરોમાં ઘટાડે ફંડોનું વેલ્યુબાઈંગ    ક્વિક હિલ, ઓનવર્ડ ટેકનો, સોનાટા, કોફોર્જ ઉછળ્યા

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં આજે  ઘટાડે શોર્ટ કવરિંગ સાથે ફંડોએ પસંદગીનું વેલ્યુબાઈંગ કર્યું હતું. ક્વિક હિલ રૂ.૩૪.૯૦  વધીને રૂ.૨૧૪.૨૫, ઓનવર્ડ ટેકનોલોજી રૂ.૨૮ વધીને રૂ.૨૭૭.૦૫, સોનાટા સોફ્ટવેર રૂ.૨૬.૨૫ ઘટીને રૂ.૨૯૭.૩૦, કોફોર્જ રૂ.૮૩.૪૦ વધીને રૂ.૧૩૬૮.૩૫, સિગ્નિટી ટેક રૂ.૮૨.૧૦ વધીને રૂ.૧૩૫૯.૯૦, હેક્ઝાવેર રૂ.૨૫.૬૫ વધીને રૂ.૪૮૫.૯૦ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૩૩૭.૭૫ પોઈન્ટ વધીને ૨૮૫૮૪.૬૬ બંધ રહ્યો હતો. 

ક્રુડ ઓઈલના ભાવ ફરી વધ્યા : ઓઈલ-ગેસ શેરોમાં સેલિંગ : એચપીસીએલ, ઈન્દ્રપ્રસ્થ, ઓએનજીસી ઘટયા

ઓઈલ-ગેસ શેરોમાં પણ આજે ફંડોની વેચવાલી રહી હતી. ઈરાન-અમેરિકા વચ્ચે ફરી યુદ્વના છમકલાને લઈ ટેન્શન વધતાં ક્રુડ ઓઈલના  ભાવ ઘટતાં અટકીને ફરી વધતાં અને હોર્મુઝ સ્ટ્રેટમાં હજારો જહાજો અટવાતાં ઓઈલ-ગેસના પુરવઠાના જોખમે આજે ફંડો સાવચેત બન્યા હતા. એચપીસીએલ રૂ.૯.૨૫ ઘટીને રૂ.૩૮૭, ઈન્દ્રપ્રસ્થ ગેસ રૂ.૩.૬૫ ઘટીને રૂ.૧૬૬.૨૫, ઓએનજીસી રૂ.૪.૭૦ ઘટીને રૂ.૨૭૯.૨૫, અદાણી ટોટલ ગેસ રૂ.૧૦.૫૦ ઘટીને રૂ.૬૩૩.૭૦, બીપીસીએલ રૂ.૪.૭૫ ઘટીને રૂ.૩૦૨.૮૫ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૨૮૫.૩૮ પોઈન્ટ ઘટીને ૨૭૪૧૩.૮૬ બંધ રહ્યો હતો.

ટાઈટનના પરિણામે રૂ.૨૦૫ ઉછળ્યો : કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સની ૧૧૯૧ પોઈન્ટની છલાંગ

ટાઈટન કંપનીના ત્રિમાસિક પરિણામના આકર્ષણે આજે કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ફંડોએ તોફાની તેજી કરી હતી. ટાઈટન રૂ.૨૦૪.૯૦ વધીને રૂ.૪૫૧૩.૪૦, બર્જર પેઈન્ટ રૂ.૨૮.૪૫ વધીને રૂ.૫૧૬, કલ્યાણ જવેલર્સ રૂ.૧૩.૫૦ વધીને રૂ.૪૨૪.૬૫, એશીયન પેઈન્ટ રૂ.૭૦.૮૦ વધીને રૂ.૨૬૦૦.૨૫ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૧૧૯૦.૬૧ પોઈન્ટ ઉછળીને ૬૦૫૫૪.૩૨ બંધ રહ્યો હતો.

કેપિટલ ગુડઝ શેરોમાં વેચવાલી : ડાટાપેટર્ન રૂ.૧૪૩, એબીબી રૂ.૧૮૦, પાવર ઈન્ડિયા રૂ.૮૭૧ તૂટયા

કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં પણ ફંડો આજે  હળવા થયા હતા. ડાટાપેટર્નસ રૂ.૧૪૩.૩૫ તૂટીને રૂ.૪૧૦૩.૦૫, જીવીટીડી રૂ.૧૫૯.૩૫ તૂટીને રૂ.૪૬૨૬.૬૦, આઈનોક્સ વિન્ડ રૂ.૩.૦૫ ઘટીને રૂ.૧૦૩.૬૦, એબીબી ઈન્ડિયા રૂ.૧૮૦.૩૫ ઘટીને રૂ.૭૦૦૯.૦૫, પાવર ઈન્ડિયા રૂ.૮૭૧.૦૫ ઘટીને રૂ.૩૪૦૦૪.૫૦, કોચીન શિપ રૂ.૩૯.૪૦ ઘટીને રૂ.૧૭૭૫.૮૫, ભારત ડાયનામિક્સ રૂ.૧૮.૨૦ ઘટીને રૂ.૧૪૪૭.૮૦ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૯૫.૭૨ પોઈન્ટ ઘટીને ૮૦૧૨૫.૨૦ બંધ રહ્યો હતો.

હેલ્થકેર શેરોમાં તેજી : મેટ્રોપોલીસ રૂ.૪૫ ઉછળી રૂ.૫૫૦ : ગણેશ રેમેડિઝ, લાલપથ, નોવાર્ટિસ ઉછળ્યા

હેલ્થકેર શેરોમાં પણ ફંડોની આજે પસંદગીની આક્રમક ખરીદી થઈ હતી. મેટ્રોપોલિસ રૂ.૪૪.૬૫ વધીને રૂ.૫૫૦.૩૦, શ્રી ગણેશ રેમેડિઝ રૂ.૪૨.૨૫ વધીને રૂ.૫૩૦.૬૦, લાલપથ લેબ રૂ.૮૫.૦૫ વધીને રૂ.૧૬૫૧.૭૦, નોવાર્ટિસ રૂ.૪૭.૧૫ વધીને રૂ.૧૧૧૨.૬૦, યથાર્થ રૂ.૩૯.૯૫ વધીને રૂ.૮૬૨.૬૦, ગુજરાત કિડની એન્ડ સુપર સ્પેશ્યાલિટી રૂ.૮.૯૫ વધીને રૂ.૧૩૯.૮૫, થાયરોકેર રૂ.૧૬.૮૫ વધીને રૂ.૪૮૫.૪૫, મોરપેન લેબ રૂ.૧.૬૫ વધીને રૂ.૪૫.૬૯, સન ફાર્મા એડવાન્સ રૂ.૫.૯૦ વધીને રૂ.૧૭૨.૮૫ રહ્યા હતા.

સ્મોલ કેપ, મિડ કેપ શેરોમાં મર્યાદિત તેજી : ઉછાળે ફંડોનું પ્રોફિટ બુકિંગ : ૨૨૧૭ શેરો નેગેટીવ બંધ

સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે સપ્તાહના અંતે મર્યાદિત શેરોમાં ખરીદી સામે ઘણા શેરોમાં ઉછાળે પ્રોફિટ બુકિંગ થતાં માર્કેટબ્રેડથ નબળી પડી હતી.  બીએસઈમાં આજે કુલ ટ્રેડિંગ થયેલી ૪૪૨૨  સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૦૨૦ અને ઘટનારની ૨૨૧૭ રહી હતી.

FPIs/FIIની કેશમાં રૂ.૪૧૧૧ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૬૭૪૮ કરોડની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-શુક્રવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૪૧૧૦.૬૦ કરોડના શેરોની ચોખ્ખી  વેચવાલી  કરી હતી. કુલ રૂ.૧૫,૦૮૩.૪૯ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૯,૧૯૪.૦૯ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની આજે રૂ.૬૭૪૮.૧૩ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી રહી હતી. 

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧.૫૧ લાખ કરોડ ઘટીને રૂ.૪૭૩.૪૬ લાખ કરોડ

સેન્સેક્સ, નિફટી સાથે સ્મોલ, મિડ કેપ, એ  ગુ્રપના ઘણા શેરોમાં પ્રોફિટ બુકિંગ થતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં મર્યાદિત રૂ.૧.૫૧ લાખ કરોડ ઘટીને રૂ.૪૭૩.૪૬  લાખ કરોડ રહ્યું હતું.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુદ્ધ વિષયક અટકળો વચ્ચે ક્રૂડ ફરી ઉછળી 103 ડોલર નજીક પહોંચ્યું | Crude oil rebounds nears 103 amid w…
Business

યુદ્ધ વિષયક અટકળો વચ્ચે ક્રૂડ ફરી ઉછળી 103 ડોલર નજીક પહોંચ્યું | Crude oil rebounds nears 103 amid w…

May 9, 2026
સતત ચોથા દિવસે તેજી સાથે ચાંદી 2,60,000 ને પાર, સોનું પણ મોંઘું, સેન્સેક્સ-નિફ્ટી તૂટ્યાં | Gold and…
Business

સતત ચોથા દિવસે તેજી સાથે ચાંદી 2,60,000 ને પાર, સોનું પણ મોંઘું, સેન્સેક્સ-નિફ્ટી તૂટ્યાં | Gold and…

May 8, 2026
ચાંદીમાં બે દિવસમાં રૂ.14000નો ઉછાળો: વૈશ્વિક કિંમતી ધાતુઓમાં સુધારો | Silver jumps by Rs 14 000 in …
Business

ચાંદીમાં બે દિવસમાં રૂ.14000નો ઉછાળો: વૈશ્વિક કિંમતી ધાતુઓમાં સુધારો | Silver jumps by Rs 14 000 in …

May 8, 2026
Next Post
આધાર કાર્ડની ડિઝાઈનમાં ફેરફારના અહેવાલોને કેન્દ્ર સરકારનો રદિયો | Central government refutes reports…

આધાર કાર્ડની ડિઝાઈનમાં ફેરફારના અહેવાલોને કેન્દ્ર સરકારનો રદિયો | Central government refutes reports...

વિલિંગ્ડન ડેમની કૂંડીમાં ન્હાવા પડેલા પરપ્રાંતીય યુવાન અને 2 તરૂણ ડૂબ્યા | A migrant youth and two t…

વિલિંગ્ડન ડેમની કૂંડીમાં ન્હાવા પડેલા પરપ્રાંતીય યુવાન અને 2 તરૂણ ડૂબ્યા | A migrant youth and two t...

તમિલનાડુમાં ફિલ્મી ડ્રામા : બંગાળમાં આજે સુવેન્દુના શપથ | Film drama in Tamil Nadu: Suvendu’s oath i…

તમિલનાડુમાં ફિલ્મી ડ્રામા : બંગાળમાં આજે સુવેન્દુના શપથ | Film drama in Tamil Nadu: Suvendu's oath i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘આતંકવાદનો ધર્મ હોય છે, હિન્દુઓની રક્ષા કેવી રીતે કરીએ’ પહલગામ હુમલા પર બોલ્યા શંકરાચાર્ય અવિમુક્તેશ…

‘આતંકવાદનો ધર્મ હોય છે, હિન્દુઓની રક્ષા કેવી રીતે કરીએ’ પહલગામ હુમલા પર બોલ્યા શંકરાચાર્ય અવિમુક્તેશ…

1 year ago
સોનામાં રૂ.1,28,000નો રેકોર્ડ : ચાંદી રૂ.1,70,000ની ટોચે | Gold hits record high of Rs 1 28 000: Sil…

સોનામાં રૂ.1,28,000નો રેકોર્ડ : ચાંદી રૂ.1,70,000ની ટોચે | Gold hits record high of Rs 1 28 000: Sil…

7 months ago
સરહદોનું રક્ષણ, હૃદયની સેવા: ગુજરાતભરમાં દક્ષિણ કમાન્ડ

સરહદોનું રક્ષણ, હૃદયની સેવા: ગુજરાતભરમાં દક્ષિણ કમાન્ડ

3 months ago
ઓપરેશન સિંદૂરના ઑલ પાર્ટી ડેલિગેશનમાં 51 નેતા વિવિધ દેશની મુલાકાત લેશે, તૃણમૂલ ભાગ નહીં લે | mamata …

ઓપરેશન સિંદૂરના ઑલ પાર્ટી ડેલિગેશનમાં 51 નેતા વિવિધ દેશની મુલાકાત લેશે, તૃણમૂલ ભાગ નહીં લે | mamata …

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News