38% Indians Suffer Food Shortage Due To Climate Change: વિશ્વમાં ચોથી અર્થવ્યવસ્થા તરીકે ઉભરી આવેલા ભારતમાં છેલ્લા એક વર્ષમાં 38 ટકા ભારતીયોએ ભૂખમરાનો સામનો કર્યો હોવાનો ચોંકાવનારો રિપોર્ટ આવ્યો છે. આ ભૂખમરા પાછળનું કારણ પણ ચોંકાવનારું આબોહવા પરિવર્તન છે. આબોહવા પરિવર્તન હવે ફક્ત વિકસિત દેશોનો મુદ્દો નથી રહ્યો. તે ભારતના સામાન્ય લોકોના જીવનને અસર કરી રહ્યો છે. યેલ-સીવોટર સર્વે (ડિસેમ્બર 2024-ફેબ્રુઆરી 2025)માં આ દાવો કરવામાં આવ્યો છે.