Vadodara Liquor Crime : વડોદરાના માથાભારે અને નામચીન સુરજ ઉર્ફે ચૂઈ કહારને નાઈટ પેટ્રોલિંગ દરમિયાન પાણીગેટ પોલીસે ઝડપી પાડ્યો હતો. જ્યારે વાઘોડિયા રોડ પરથી એક આરોપીને પોલીસે દારૂ સાથે ઝડપી પાડ્યો છે.
પાણીગેટ પોલીસની માહિતી મળી હતી કે ડીમાર્ટ સામે હઠીસિંહ નગરમાં રહેતો ચેતન કહાર વિદેશી દારૂનો જથ્થો લાવી દાદરા નીચે સંતાડી રાખી વેચાણ કરે છે. ત્યારબાદ પોલીસે ઉપરોક્ત સ્થળે જઈ રેડ કરતા ચેતન ઠાકોર ભાઈ કહાર મળી આવ્યો હતો. પોલીસે તપાસ કરતા દાદર નીચેથી વિદેશી દારૂની 11 બોટલો કિંમત રૂપિયા 1100 ને મળી આવ્યા હતા. દારૂ કોની પાસેથી લાવ્યો તે અંગે પૂછતા ચતને કહ્યું હતું કે ઇમ્તિયાઝ મનસુરી દારૂ આપી ગયો હતો. જેથી પોલીસે ઇમ્તિયાઝને વોન્ટેડ જાહેર કર્યો છે.
પાણીગેટ પોલીસ સ્ટેશનનો સ્ટાફ નાઈટ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન કિશનવાડી મહાદેવ ચોક પાસે એક યુવક દારૂના નશામાં લથડીયા ખાતો મળી આવ્યો હતો. પોલીસે તેનું નામ પૂછતાં તેણે પોતાનું નામ સુરજ ઉર્ફે ચૂઈ રમણભાઈ કહાર (રહે-સીતરા માતા મંદિર પાસે વારસિયા) હોવાનું જણાવ્યું હતું.