Mahua Moitra Dance Video: રાજનીતિમાં પોતાના આકરા વલણ માટે જાણીતી તૃણમૂલ કોંગ્રેસની સાંસદ મહુઆ મોઇત્રા હાલના દિવસોમાં પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં છે. બર્લિનમાં લગ્ન બાદ મહુઆ મોઇત્રા અને તેમના પતિ બીજેડી નેતા પિનાકી મિશ્રાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. બંને ફેમસ બોલિવૂડ સોન્ગ ‘રાત કે હમસફર’ ગીત પર ખૂબ જ રોમેન્ટિક અંદાજમાં ડાન્સ કરતા નજરે આવી રહ્યા છે. મેચિંગ આઉટ ફિટ્સમાં એકબીજાની સાથે કપલની કેમેસ્ટીએ સોશિયલ મીડિયા પર ફેન્સનું દિલ જીતી લીધું છે.
મહુઆ મોઇત્રા અને પિનાકી મિશ્રાએ 30 મેના રોજ જર્મનીની રાજધાની બર્લિનમાં લગ્ન કર્યા હતા.