Shankaracharya Avimukteshwaranand Big Statement : ગુજરૈલા ગામમાં સ્થિત મંગલધામ મંદિર ખાતે આયોજિત પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના ચોથા દિવસે જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી હાજર રહ્યા હતા. જેમાં શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ વૈદિક મંત્રોચ્ચારના જાપ કરીને માતા મહાકાળી, મહાસરસ્વતી અને ખાટુ શ્યામ બાબાની મુર્તિઓની પ્રાણ-પ્રતિષ્ઠા અને લોકાર્પણ કરવામાં આવ્યું છે. તેમણે ઉપસ્થિત ભક્તોને ધર્મનું પાલન કરવા અને ગૌસેવા કરવા હાકલ કરી હતી.
મુર્તિઓની પ્રાણ-પ્રતિષ્ઠા કરવામાં આવી
પ્રયાજરાજ અને વૃંદાવનથી આવેલા આચાર્ય દિપક વશિષ્ઠ, અભિષેક પાઠક, માનસ પાઠક, પંડિત અતુલ મિશ્ર, પુજારી રમેશ મિશ્ર અન મુરારી લાલએ વિધિ મુજબ હવન અને પૂજા કરીને અનુષ્ઠાન સંપન્ન કર્યું હતું.