અમદાવાદ : મે મહિનામાં લગભગ ૨૨ લાખ નવા ડીમેટ ખાતા ખોલવામાં આવ્યા હતા. આનાથી ખાતાઓની કુલ સંખ્યા ૧૯.૬૬ કરોડ થઈ ગઈ. શેરબજારમાં તેજીને કારણે ડીમેટ ખાતાઓની સંખ્યા વધી રહી છે. ડિસેમ્બર ૨૦૨૪ પછી નવા ખાતા ખોલવામાં આ પ્રથમ માસિક વધારો છે.
જાન્યુઆરી અને એપ્રિલ વચ્ચે નવા ડીમેટ ખાતાઓમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. ઉદ્યોગ વિશ્લેષકો અપેક્ષા રાખે છે કે જુલાઈના મધ્ય સુધીમાં ખાતાઓની કુલ સંખ્યા ૨૦ કરોડને પાર કરશે.
શેરના ભાવમાં વધારા વચ્ચે નવા રોકાણકારોને આકર્ષ્યા છે. ભારતીય ઇક્વિટી બજારમાં મે મહિનામાં ઉછાળો નોંધાયો હતો.
નિફ્ટી અને સેન્સેક્સ લગભગ ૨-૨ ટકા મજબૂત થયા જયારે નિફ્ટી મિડકેપ ૧૦૦ ઇન્ડેક્સ ૬.૧ ટકા અને નિફ્ટી સ્મોલકેપ ૧૦૦ ૮.૭ ટકા વધ્યો હતો.
કોશ સેગમેન્ટમાં વેપાર પણ આઠ મહિનાની ટોચે પહોંચ્યો હતો. જે રોકાણકારોના રસમાં વધારો દર્શાવે છે. બેઉ એક્સચેન્જનું સરેરાશ દૈનિક ટર્નઓવર માસિક ધોરણે ૧૧ ટકા વધીને રૂ. ૧.૧૯ લાખ કરોડ થયું છે, જે સપ્ટેમ્બર ૨૦૨૪ પછી સૌથી વધુ છે (રૂ. ૧.૩ લાખ કરોડ).મે મહિનામાં ઉમેરાયેલા ડીમેટ ખાતા ૧૨-મહિનાના સરેરાશ (૩૩ લાખ ખાતા) કરતા ઘણા ઓછા છે.