Air India Flight Crash in Ahmedabad : એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર-AI171 અમદાવાદના સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ટેક ઓફ થતાની સાથે જ થોડે દૂર ક્રેશ થઈ ગઈ છે. આ ભયાનક ઘટનાને લઈ દેશ-વિદેશમાં શોકની લહેર છવાઈ ગઈ છે. વિમાનમાં કુલ 242 લોકો સવાર હતા. તેમાં 169 ભારતીય મુસાફરો, 53 બ્રિટિશ મુસાફરો, સાત પોર્ટુગીઝના નાગરિકો અને એક કેનેડિયન નાગરિક અને 12 ક્રૂ મેમ્બર સવાર હતા. આ ઘટનામાં અત્યાર સુધી 200થી વધુ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે.