gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

નવા સપ્તાહમાં સેન્સેક્સ 79933 થી 82333 વચ્ચે અથડાશે | Sensex will hit between 79933 and 82333 in the…

G METRO NEWS by G METRO NEWS
June 15, 2025
in Business
0 0
0
નવા સપ્તાહમાં સેન્સેક્સ 79933 થી 82333 વચ્ચે અથડાશે | Sensex will hit between 79933 and 82333 in the…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : વિશ્વ  ટેરિફ યુદ્વમાંથી હેમખેમ બહાર આવી રહ્યું હતું અને વૈશ્વિક બજારો સાથે ભારતીય શેર બજારોમાં સેન્ટીમેન્ટ સુધરી રહ્યું હતું, એવામાં ઈઝરાયેલ દ્વારા ઈરાનના અણુમથકોનો વિનાશ કરતાં અત્યંત ઘાતક પ્રહાર અને એના વળતાં જવાબમાં ઈરાન દ્વારા ઈઝરાયેલ પર કરાયેલા અનેક મિસાઈલ હુમલાઓના પરિણામે વિશ્વ પર ફરી ત્રીજા યુદ્વનું જોખમ ઊભું થયું છે. જીઓપોલિટીકલ ટેન્શનની આ પરિસ્થિતિ ભારત સહિત ઘણા વિકાસશીલ રાષ્ટ્રો પર પણ પડી શકે છે. વિશ્વને ઓઈલનો મોટો પુરવઠો પૂરો પાડતા ઈરાનને ઈઝરાયેલ થકી અમેરિકા પણ ઘેરી રહ્યું હોઈ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલની આગ ફરી વિકરાળ રૂપ ધારણ કરી રહી છે. વૈશ્વિક વેપારમાં અમેરિકાની ચાઈનાના રેર અર્થ પરની નિર્ભરતાને લઈ ડોનાલ્ડ ટ્રમ્પે ચાઈનાના જિનપિંગના ઘૂંટણિયે પડવાની ફરજ પડી છે. ચાઈના અને અમેરિકા વચ્ચેની ડિલ બાદ હજુ ભારત સાથે ડિલને લઈ અનિશ્ચિતતા કાયમ હોવા ઉપરાંત ટ્રમ્પે બે અઠવાડિયામાં યુનિલેટરલ ટેરિફ જાહેર કરવાની તલવાર વિશ્વ પર લટકતી રાખી છે, ટ્રમ્પ હજુ કેવા ખેલ ખેલશે અને ઈરાનની ઈઝરાયેલ સાથે અમેરિકાને પણ હુમલાનો જવાબ આપવાની આપેલી ચીમકીને લઈ આગામી દિવસોમાં ઈરાન-ઈઝરાયેલ યુદ્વ કેવા વળાંક લેશે એની અનિશ્ચિતતાના વાદળોથી વૈશ્વિક બજારો પણ ઘેરાયેલા રહેશે. જેથી જીઓપોલિટીકલ ટેન્શનની આ પરિસ્થિતિ વચ્ચે શેરોમાં નવી મોટી ખરીદીમાં સાવચેત રહેવું જરૂરી રહેશે. આ સિવાય ચોમાસું વિલંબમાં પડયું હોઈ ચોમાસાની પ્રગતિ પર નજર રહેશે. જેથી આ પરિબળો વચ્ચે આગામી સપ્તાહમાં નિફટી સ્પોટ ૨૪૩૩૩થી ૨૫૦૩૩ વચ્ચે અને સેન્સેક્સ ૭૯૯૩૩થી ૮૨૩૩૩ વચ્ચે ફંગોળાવાની શકયતા રહેશે.

અર્જુનની આંખે : Dai-ichi Karkaria  Ltd.

માત્ર બીએસઈ(૫૨૬૮૨૧) લિસ્ટેડ, રૂ.૧૦ પેઈડ-અપ, ૬૪  ટકા પ્રમોટર્સ વકીલ ફેમિલીના હોલ્ડિંગની,  દાઈ-ઈચી કરકરિયા લિમિટેડ(Dai-ichi Karkaria Limited), ઉદ્યોગમાં ૬૦થી વધુ વર્ષો, ૨૫૦થી વધુ ગ્રાહકો ધરાવતી, વર્ષ ૧૯૬૩માં સ્થાપિત કંપનીએ જાપાન સ્થિત એક જાણીતી કેમિકલ કંપની કોગ્યો સેયાકુ સાથે ભાગીદારીમાં તેની સફર શરૂ કરી હતી. કંપની વિવિધ ઔદ્યોગિક એપ્લિકેશનો માટે રચાયેલ હાઈ-પર્ફોર્મન્સ કેમિકલ્સના ડેવલપમેન્ટ અને મેન્યુફેકચરીંગમાં નિષ્ણાત છે. નવીનતા પ્રત્યેની કંપનીની પ્રતિબદ્વતા અને ગ્રાહકોની જજરૂરીયાતોને પૂર્ણ કરતાં આધુનિક ઉત્પાદનો અને કસ્ટમાઈઝ્ડ સોલ્યુશન્સ પહોંચાડવા માટે કંપની પ્રેરિત કંપની ઉદ્યોગ અને પર્યાવરણ બન્નેમાં સકારાત્મક યોગદાન આપે છે. કંપની ઉચ્ચ ગુણવતાવાળા ઉત્પાદનો સુનિશ્ચિત કરવા માટે નવીનતાને સખત પરીક્ષણ સાથે જોડે છે. સતત સુધારણા માટેની કંપનીની પ્રતિબદ્વતા કંપનીને ઉદ્યોગમાં આગવા સ્થાને રાખીને ગ્રાહકોની જરૂરીયાતો સાથે વિક્સિત થતા વિશ્વસનીય સોલ્યુશન્સ પ્રદાન કરે છે.

પ્રતિક્રિયા ક્ષમતાઓ-રિએકશન કેપેસિટી : જટિલ રાસાયણિક પ્રતિક્રિયાઓને સંભાળવામાં દાયકાઓની કુશળતા સાથે કંપની તેના ગ્રાહકોની જરૂરીયાતોને પૂર્ણ કરવા માટે તૈયાર કરાયેલા વિશેષ રસાયણોના ઉત્પાદનમાં નિષ્ણાત છે. કંપનીની પ્રમુખ ક્ષમતાઓમાં આલ્કોક્સિલેશન, એસ્ટરિફિકેશન અને ટ્રાન્સેસ્ટેરિફિકેશન, પોલિમરાઈઝેશન, સલ્ફોનેશન, ક્વાર્ટર્નાઈઝેશન અને ફોસ્ફોરાયલેશન જેવી વિવિધ રિએકશન-પ્રતિક્રિયાઓનો સમાવેશ થાય છે. દાયકાઓથી ગ્રાહકોને અદ્યતન ઉત્પાદનો વિકસાવવા માટે દાઈ-ઈચી સાથે ભાગીદારી કરી છે. જે કંપનીની આર એન્ડ ડી ટીમને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને નવી પદ્વતિઓ અને પ્રક્રિયાઓ બનાવવા માટે પ્રેરિત કરે છે. ૫૦ વર્ષો અગાઉ, દાઈ-ઈચીએ ભારતમાં પ્રથમ ડિમલ્સિફાઈ  રજૂ કરી હતી અને ૩૦ વર્ષ પહેલા કંપનીએ દેશમાં પ્રથમ પોર પોઈન્ટ ડિપ્રેસન્ટ (પીપીડી)ની પહેલ કરી હતી. દાઈ-ઈચી પાસે તેમના અગ્રણી સ્પેશ્યાલિટી કેમિકલ ટેકનોલોજી માટે જાણીતા બજાર લીડરો સાથે સહયોગ છે. કંપનીના ટેકનીકલ સહયોગીઓ વિવિધ દેશોમાં ઉચ્ચ ગુણવતાવાળા ઉત્પાદનોના અગ્રણી ઉત્પાદકો અને નિકાસકારો છે. 

મેન્યુફેકચરીંગ સવલતો : કંપની દહેજ પ્લાન્ટ-ગુજરાત,કુરકુંભ પ્લાન્ટ-મહારાષ્ટ્ર, જેજુરી પ્લાન્ટ-મહારાષ્ટ્રમાં ધરાવે છે.

ઉદ્યોગોમાં ઉપયોગ : કંપનીના ઉત્પાદનોનો ઉપયોગ એગ્રોકેમિકલ્સ, કન્સ્ટ્રકશન કેમિકલ્સ, હોમ અને પર્સનલ કેર, ઓઈલફિલ્ડ કેમિકલ્સ, પેઈન્ટસ, પિગ્મેન્ટ્સ અને કોટિંગ્સ, રેયોન એડીટીવ્સ, સાઈઝિંગ કેમિકલ્સ, ટેક્સટાઈલ ઓક્ઝિકલીઝ, ફ્લોકુલન્ટ્સ-પેપર માટે, સુગર અને માઈનીંગ ઉદ્યોગ અને પર્યાવરણ માટે થાય છે.

મેનેજમેન્ટ નોેંધ-૧૬,મે ૨૦૨૫ : નાણા વર્ષ ૨૦૨૪-૨૫ કંપની માટે સ્થિર વૃદ્વિ અને અમલીકરણનું વર્ષ હતું, જેમાં સતત કામગીરીમાં પ્રગતિ અને ગુણવતા, ઈન્નોવેશન અને ટકાઉપણા પર સતત ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. વર્ષનો અંતિમ ત્રિમાસિકમાં વેચાણના દ્રષ્ટિકોણથી ખાસ કરીને મજબૂત રહ્યો છે. કંપનીએ મુખ્ય વ્યવસાયિક ક્ષેત્રોમાં વૃદ્વિને ગતિ જોઈ છે. ૨૦૨૪-૨૫પી ચોથા ત્રિમાસિકમાં કંપનીએ ઉચ્ચ થુ્રપુટ અને કાર્યક્ષમતા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરીને અત્યાર સુધીનું તેનું ઉચ્ચતમ ઉત્પાદન કામગીરી હાંસલ કરી છે. પ્લાન્ટ ઓટોમેશન, ઓપ્ટિમાઈઝ્ડ બેચ પ્રોસેસિંગ અને લેબ ટર્નઅરાઉન્ડ સમયમાં રોકાણોએ સુવિધાઓમાં સમય અને આઉટપુટ સુસંગતતામાં સુધારો કર્યો છે. ઈથોક્સિલેશન એસેટ્સ હવે ક્ષમતાની નજીક કાર્યરત હોવાથી કંપનીએ ભવિષ્યની માંગ અને સતત વૃદ્વિને ટેકો આપવા માટે તેના ઈથોક્સિલેશન ઈન્ફ્રાસ્ટ્રકચરનું વિસ્તરણ કર્યું છે. આ પ્રોજેક્ટ હાલમાં ચાલી રહ્યો છે અને યોજના મુજબ આગળ વધી રહ્યો છે. વર્ષ દરમિયાન હાથ ધરવામાં આવેલા અનેક ઉત્પાદન કમર્શિયલાઈઝેશન અને તકનીકી સુધારાઓ દ્વારા કામગીરી વધુ મજબૂત બની હતી. કંપની કાચામાલની ગતિશીલતા અને નિયમનકારી પરિસ્થિતિઓથી લઈને ગ્રાહકની અપેક્ષાઓમાં ફેરફાર સુધીના વૈશ્વિક અને સ્થાનિક પડકારો પ્રત્યે સચેત રહે છે. તકનીકી શ્રેષ્ઠતા અને જવાબદાર વિકાસ પર આધારિત સ્થાપના માટે દાઈ-ઈચી આ પરિસ્થિઓમાં નેવિગેટ કરવા અને તેના હિસ્સેદારોને લાંબાગાળાના મૂલ્ય પહોંચાડવા માટે સારી સ્થિતિમાં છે.

શેર હોલ્ડિંગ પેટર્ન : શેનાઝ ફિરોઝ વકીલ અને ફેમિલી ૬૪ ટકા પ્રમોટર્સ હોલ્ડિંગ, ફંડો પાસે ૧.૨૬ ટકા, કોર્પોરેટ અને એચએનઆઈ પાશે ૧૧.૪૮ ટકા તેમ જ રિટેલ રોકાણકારો પાસે ૨૩.૨૬ ટકા છે.

બુક વેલ્યુ : માર્ચ ૨૦૨૨ના રૂ.૧૭૪, માર્ચ ૨૦૨૩ના રૂ.૧૯૯, માર્ચ ૨૦૨૪ના રૂ.૨૧૬, માર્ચ ૨૦૨૫ના રૂ.૨૨૫, અપેક્ષિત માર્ચ ૨૦૨૬ના રૂ.૨૪૫

ડેટ ઈક્વિટી રેશીયો : માર્ચ ૨૦૨૪ મુજબ કંપની ૦.૧૨ ટકા અને માર્ચ ૨૦૨૫ મુજબ ૦.૦૮ ટકા ડેટ ટુ ઈક્વિટી રેશીયો ધરાવે છે.

કોન્સોલિડેેટેડ નાણાકીય પરિણામો :

(૧) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૪થી માર્ચ ૨૦૨૫ :

ચોખ્ખી આવક  ૩૭ ટકા વધીને રૂ.૧૮૧ કરોડ મેળવીને નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૩.૪૨ટકા થકી અસાધારણ નફા સિવાય ચોખ્ખો નફો ૯.૨ કરોડ (સંયુક્ત સાહસના રૂ.૨.૮૫ કરોડ સાથે)  નોંધાવી ( વર્ષ ૨૦૨૩-૨૪માં રૂ.૧.૭૧ કરોડની ચોખ્ખી ખોટ)શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૧૨.૧૧ હાંસલ કરી છે. કંપનીએ અસાધારણ આઈટમમાં વર્ષ ૨૦૨૩-૨૪માં ઈન્સ્યોરન્સ ક્લેઈમના રૂ.૨૦.૫૮ કરોડ મેળવ્યા હતા અને વર્ષ ૨૦૨૪-૨૫માં ટેનેન્સી રાઈટ સરેન્ડર કરવા પેટે અસાધારણ નફાના રૂ.૧.૫૩ કરોડ મેળવ્યા છે.

(૨) ચોથા ત્રિમાસિક જાન્યુઆરી ૨૦૨૫થી માર્ચ ૨૦૨૫ :

ચોખ્ખી આવક ૭૨ ટકા વધીને રૂ.૭૧.૪૭ કરોડ મેળવીને નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૬.૮૮ ટકા થકી ચોખ્ખો નફો ૩૯૧ ટકા વધીને રૂ.૬.૫૩ કરોડ અને સંયુક્ત સાહસનો નફો રૂ.૧.૨૯ કરોડ ( ગત વર્ષના સમાનગાળામાં રૂ.૯ લાખ) તેમ જ સંયુક્ત સાહસ સાથે ચોખ્ખો નફો રૂ.૬.૨૦ કરોડ નોંધાવી ( ગત વર્ષના સમાનગાળામાં રૂ.૧.૯ કરોડ) શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૮.૩૨ હાંસલ કરી છે.

(૩) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૫થી માર્ચ ૨૦૨૬ :

અપેક્ષિત ચોખ્ખી આવક રૂ.૨૩૦  કરોડ મેળવી નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૫.૧૨ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૧૧.૭૭ કરોડ અને સંયુક્ત સાહસમાં અપક્ષિત ચોખ્ખા નફા રૂ.૨.૭૩ કરોડ સાથે ચોખ્ખો નફો રૂ.૧૪.૫૦ કરોડ અપેક્ષિત થકી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૧૯.૪૫ અપેક્ષિત છે.

આમ (૧) લેખક ઉપરોકત કંપનીના શેરમાં કોઈ રોકાણ ધરાવતા નથી. લેખકના રીસર્ચ માટેના સ્ત્રોતોનું અંગત પ્રત્યક્ષ કે પરોક્ષ હિત-રોકાણ હોઈ શકે છે. કોઈપણ રોકાણ નિર્ણય લેતાં પહેલા ક્વોલિફાઈડ ઈન્વેસ્ટમેન્ટ ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ લેવી. રોકાણ પર સંભવિત કોઈ નુકશાની માટે લેખક, ગુજરાત સમાચાર કે અન્ય કોઈપણ વ્યક્તિ  જવાબદાર રહેશે નહીં.(૨) કોવિડ અને આગની દુર્ઘટનાને કારણે ચાર વર્ષ સંઘર્ષ બાદ, ૬૪ ટકા વકીલ ફેમિલીના પ્રમોટર્સ હોલ્ડિંગની, વર્ષ ૨૦૨૪-૨૫માં ટર્નઓવરમાં ૭૨ ટકા અને નફામાં ૩૯૧ ટકા ઉછાળો નોંધાવનાર, દાઈ-ઈચી કરકરિયા લિમિટેડ પૂર્ણ વર્ષ ૨૦૨૫-૨૬માં અપેક્ષિત શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૧૯.૪૫ અને અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૨૪૫ સામે શેર માત્ર બીએસઈ પર રૂ.૩૯૪ ભાવે સ્પેશ્યાલિટી કેમિકલ્સ ઉદ્યોગના સરેરાશ ૪૮ના પી/ઇ સામે ૨૦ના પી/ઈએ ટ્રેડ થઈ રહ્યો છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટેરિફના ભય વચ્ચે ભારતની અમેરિકા ખાતે દવાની નિકાસમાં 74 ટકાનો વધારો | India’s pharmaceutical exports …
Business

ટેરિફના ભય વચ્ચે ભારતની અમેરિકા ખાતે દવાની નિકાસમાં 74 ટકાનો વધારો | India’s pharmaceutical exports …

July 6, 2025
ડેરિવેટીવ્ઝ માર્કેટમાં ટ્રેડિંગ વોલ્યુમમાં ધરખમ ઘટાડાની શકયતા:ટ્રેડરો દૂર થશે | Trading volume in de…
Business

ડેરિવેટીવ્ઝ માર્કેટમાં ટ્રેડિંગ વોલ્યુમમાં ધરખમ ઘટાડાની શકયતા:ટ્રેડરો દૂર થશે | Trading volume in de…

July 6, 2025
નવા સપ્તાહમાં સેન્સેક્સ 84266 ઉપર બંધ 85111 જોવાશે | Sensex to close at 85111 in new week above 8426…
Business

નવા સપ્તાહમાં સેન્સેક્સ 84266 ઉપર બંધ 85111 જોવાશે | Sensex to close at 85111 in new week above 8426…

July 6, 2025
Next Post
ઈઝરાયલ-ઈરાનના યુદ્ધ વચ્ચે અચાનક ભારતના એરપોર્ટ પર કેમ લેન્ડ થયું બ્રિટનનું ઘાતક ફાઈટર જેટ F35?

ઈઝરાયલ-ઈરાનના યુદ્ધ વચ્ચે અચાનક ભારતના એરપોર્ટ પર કેમ લેન્ડ થયું બ્રિટનનું ઘાતક ફાઈટર જેટ F35?

BIG NEWS: ઈઝરાયલ-ઈરાન યુદ્ધના કારણે તેલની કિંમતોમાં ‘આગ’, ભારતમાં પણ મહત્ત્વપૂર્ણ બેઠક | Oil Crisis …

BIG NEWS: ઈઝરાયલ-ઈરાન યુદ્ધના કારણે તેલની કિંમતોમાં 'આગ', ભારતમાં પણ મહત્ત્વપૂર્ણ બેઠક | Oil Crisis ...

સોનિયા ગાંધીની તબિયત લથડી, દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ

સોનિયા ગાંધીની તબિયત લથડી, દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર ગુરૂ ગોવિંદસિંહ હોસ્પીટલમાં મશીનોનું લોકાર્પણ કરાયું

જામનગર ગુરૂ ગોવિંદસિંહ હોસ્પીટલમાં મશીનોનું લોકાર્પણ કરાયું

3 months ago
મહારાષ્ટ્રમાં પાંચમી જુલાઈએ નવા-જૂની થવાના એંધાણ ! ઉદ્ધવ ઠાકરેની પાર્ટીએ જાહેર કર્યું રહસ્યમયી પોસ્ટર

મહારાષ્ટ્રમાં પાંચમી જુલાઈએ નવા-જૂની થવાના એંધાણ ! ઉદ્ધવ ઠાકરેની પાર્ટીએ જાહેર કર્યું રહસ્યમયી પોસ્ટર

7 days ago
પાણીના પ્રેસરની ફરિયાદોના નિકાલ માટે વડોદરા કોર્પોરેશનને કાર્યવાહી કરતા પાઇપોમાંથી બોટલો અને લાકડા મ…

પાણીના પ્રેસરની ફરિયાદોના નિકાલ માટે વડોદરા કોર્પોરેશનને કાર્યવાહી કરતા પાઇપોમાંથી બોટલો અને લાકડા મ…

3 months ago
નકલી નોટોના કૌભાંડમાં હૈદરની હૈદરાબાદ જેલમાંથી ધરપકડ | duplicae currency racket haider arrested from…

નકલી નોટોના કૌભાંડમાં હૈદરની હૈદરાબાદ જેલમાંથી ધરપકડ | duplicae currency racket haider arrested from…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News