Odisha Rape Case : ઓડિશાના પ્રસિદ્ધ ગોપાલપુર બીચ પર 20 વર્ષિય મહિલા પર સામુહિક દુષ્કર્મની ઘટના મામલે આજે (17 જુન) ચાર સગીર સહિત 10 લોકોની દરપકડ કરવામાં આવી છે. પોલીસે કહ્યું કે, ખાન કૉલેજની સ્નાતક વિદ્યાર્થિની પોતાના પ્રેમી સાથે મંગળવારે બીચ પર ગઈ હતી. શરૂઆતની પૂછપરછમાં સાત લોકોને કસ્ટડીમાં લેવાયા હતા, ત્યારબાદ 10 લોકોની ધરપકડ કરી તેમની પૂછપરછ શરૂ કરી દેવાઈ છે.
પ્રેમીના હાથ-પગ બાંધ્યા, પછી પ્રેમીકા પર દુષ્કર્મ આચર્યું
ગોપાલપુલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવનાર પીડિતાએ આક્ષેપ કર્યો છે કે, ‘તેણી અને તેનો પ્રેમી બીચ પર સુમસામ જગ્યાએ બેઠા હતા.