Election Commission : ચૂંટણી પંચે બિહાર વિધાનસભા ચૂંટણી માટે ઘરે ઘરે જઈને મતદાર યાદીની ચકાસણી કરવાની પહેલ શરુ કર્યા બાદ અન્ય પાંચ રાજ્યોમાં પણ આવું અભિયાન ચલાવશે. આ વર્ષના અંતે બિહારમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, ત્યારે પંચે બિહારની જેમ અન્ય પાંચ રાજ્યોમાં ઘરે ઘરે જઈને મતદાર યાદીની ચકાસણી કરવાનો નિર્ણય લીધો હોવાનું સૂત્રો પાસેથી માહિતી મળી છે.
આવતા વર્ષે પાંચ રાજ્યોમાં યોજાશે ચૂંટણી
બિહાર બાદ આવતા વર્ષે તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, આસામ, પુડુચેરી અને કેરાલામાં વિધાનસભા ચૂંટણી યોજાઈ શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ ચૂંટણી પંચે પાંચેય રાજ્યોની ચૂંટણીને ધ્યાને રાખી અત્યારથી જ તૈયારીઓ શરુ કરી દીધી છે.