Ahmadabad Plane Crash: ગત 12 જૂનના રોજ એર ઇન્ડિયાનું બોઇંગ 787-8 પ્લેન અમદાવાદમાં ક્રેશ થયું હતું, જેમાં 259 લોકોના મોત થયા. જેના થોડા દિવસો બાદ એર ઇન્ડિયાથી જોડાયેલા કંપની AISATS(એર ઇન્ડિયા SATS ઍરપોર્ટ સર્વિસ)નો સ્ટાફ ઑફિસમાં પાર્ટી કરતો જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ હોબાળો મચી ગયો, ત્યારબાદ ઍરપોર્ટ ગેટવે સર્વિસ પ્રોવાઇડર AISATSનો સ્ટાફ ઑફિસમાં પાર્ટી કરતો જોવા મળ્યો. જે બાદ AISATSએ 4 સીનિયર ઑફિસરને નોકરીથી છૂટા કરી દેવાયા છે.
આ પાર્ટી AISATSના ગુરુગ્રામ ઑફિસમાં થઈ હતી.