ઝારખંડની રાજધાની રાંચીના બિરસા મુંડા ઍરપોર્ટ પર શુક્રવાર બપોરે મોટી દુર્ઘટના ટળી હતી. પટના જઈ રહેલું ઇન્ડિગો વિમાનનું ટાયર પંચર થઈ ગયું. જે બાદ આ વિમાનને રાંચીમાં જ ગ્રાઉન્ડેડ કરવું પડ્યું. આ વિમાનમાં લખનઉ જનારા મુસાફર પણ સવાર હતા. ઘટનાની જાણ થતાં જ તમામ મુસાફરોમાં હડકંપ મચી ગયો. ત્યારબાદ ફ્લાઇટ કેન્સલ કરી દેવાઈ, જેને લઈને મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.