Bihar Assembly Election 2025 : બિહાર વિધાનસભા ચૂંટણીને લઈને ચાલી રહેલા ભારે રાજકારણમાં ઈન્ડિ ગઠબંધનમાં તિરાડ પડી હોવાની સ્થિતિ જોવા મલી છે. એક દિવસ પહેલા રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નેતા તેજસ્વી યાદવે પોતાને ઈન્ડિ ગઠબંધન તરફથી મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કર્યો હતો, ત્યારે હવે કોંગ્રેસને તેજસ્વીના નિવેદનથી વાંધો પડ્યો છે.
તેજસ્વીએ પોતાને CM ચહેરો જાહેર કરતા કોંગ્રેસને વાંધો પડ્યો
તેજસ્વી યાદવે (Tejashwi Yadav) કહ્યું હતું કે, ‘બિહારમાં હું જ મુખ્યમંત્રીનો ચહેરો છું. આ માટે ઈન્ડિ ગઠબંધન (INDIA Alliance)માં આંતરીક સંમતિ બની ગઈ છે.