– નાણાંકીય વર્ષ 2024-25 માં પાલિકાને રૂા. 2.11 કરોડથી વધુની આવક
– ઘણાં કોમર્શિયલ બિલ્ડીંગો હજુ સુધી પાલિકાના ચોપડે જ ચડયાં નથી, મોબાઈલ ટાવરોના 5-6 વર્ષથી લાખો રૂપિયા વસૂલવાના બાકી
સિહોર : સિહોર નગરપાલિકાને ગત નાણાંકીય વર્ષમાં વિવિધ વેરા પેટે બે કરોડ ઉપરાંતની આવક થઈ છે. પરંતુ બીજી તરફ ખૂદ સરકારી કચેરીઓ જ વેરો ભરવામાં આળસ કરી રહી હોવાની પણ હકીકતો સામે આવી છે. આ ઉપરાંત મોટી રકમ બાકી હોય તેવા આસામીઓ સામે નગરપાલિકાનું કુણું વલણ તિજોરીમાં આવક ઘટાડી રહી છે.
સિહોરમાં સિટી સર્વે કચેરી, તાલુકા ખરીદ વેચાણ સંઘ ગોડાઉન, નવી-જૂની પ્રાંત કચેરી, રેન્જ ફોરેસ્ટ અધિકારી, વન વિસ્તરણ વિભાગ, તાલુકા પંચાયત કચેરી, પથિકાશ્રમ, આરામગૃહ, આરોગ્ય, ગૃહ અને શિક્ષણ વિભાગ મળી કુલ આઠ સરકારી વિભાગોને નગરપાલિકાનો ૪૦.૬૭ લાખથી વધુનો વેરો ભરપાઈ કરવાનો બાકી છે. આ ઉપરાંત જુદી-જુદી કંપનીના મોબાઈલ ટાવરોને પાંચ-છ વર્ષથી ડિમાન્ડ નોટિસ ન કાઢવામાં આવતા લાખો રૂપિયા વસૂલવાના બાકી છે. તેમજ ઘણાં કોમર્શિયલ કોમ્પલેક્ષોને વર્ષો વિત્યા છતાં પણ નગરપાલિકાના ચોપડે ચડાવવામાં આવ્યા ન હોવાથી વેરાની આવક થઈ શકતી નથી. જેના કારણે પાલિકાને ખોટ જઈ રહી છે. આવી બાકી વેરાની અઢીથી ત્રણ કરોડની રકમ છે. ત્યારે ચૂંટાયેલી બોડી, ચીફ ઓફિસર દ્વારા બાકીદાર આસીમીઓ સામે કડક પગલા ભરી વેરો વસૂલવામાં આવશે કે કેમ ? તેવો પ્રશ્ન ઉઠયો છે.
બીજી તરફ સામાન્ય કરદાતા સમયસર ટેક્સની રકમ ભરે છે. તેમ છતાં તેમને પ્રાથમિક સવલતો મળતી નથી. અધૂરામાં પૂરૂં રાહત આપવાના બદલે નગરપાલિકા તંત્રે તાલિબાની નિર્ણય કરી ૪૦૦ ગણો વધારો ઝીંકવાનો ડંખ માર્યો છે. જેના કારણે આસામીઓમાં ભારે નારાજગી પ્રર્વતી છે. સિહોરમાં ૧૦-૧૦ દિવસે પાણીનું વિતરણ થતું હોય, વર્ષમાં માત્ર ૬૦ દિવસ જ પાણી અપાઈ છે અને પાણી વેરો આખા વર્ષનો ઉઘરાવવામાં આવે છે. સાફ-સફાઈના અભાવે ઉકરડાના ઢગ ખડકાયેલા જોવા મળે છે. જ્યારે ગટર ઉભરાવાના પ્રશ્ન કાયમી બન્યા છે. આવા સંજોગોમાં વેરો ઉઘરાવવામાં સૂરી નગરપાલિકાને રોડ-રસ્તા, ગટર-પાણી, સાફસફાઈ પ્રત્યે ધ્યાન આપવું જોઈએ તેવી લોકોની લાગણી છે.
સરકારી કચેરીઓના બાકી વેરાની યાદી
કચેરીનું |
બાકી રકમ |
સિટી |
૯,૨૩૨ |
સિહોર |
૧૮,૫૮૭ |
જૂની |
૨૬,૧૪૧ |
નવી |
૨૪,૭૨૬ |
રેન્જ |
૧૦,૪૬૭ |
તાલુકા |
૧૭,૦૦,૬૭૭ |
પથિકાશ્રમ, સિહોર |
૯,૧૯,૩૭૧ |
આરામગૃહ, સિહોર |
૧૧,૩૨,૬૬૪ |
આરોગ્ય |
૧,૦૧,૬૨૮ |
ગૃહ વિભાગ |
૫,૮૨૦૦ |
શિક્ષણ |
૬૬,૨૨૪ |
કુલ |
૪૦,૬૭,૯૧૭ |