Reservation Policy Implemented In Supreme Court : દેશની સર્વોચ્ચ અદાલતમાં પ્રથમવાર કર્મચારીઓ માટે સીધી ભરતી અને પ્રમોશનમાં અનામત નીતિ લાગુ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે 24 જૂને કર્મચારીઓને પરિપત્ર જાહેર કર્યો હતો, જેમાં આ માહિતી આપવામાં આવી છે. આ ઐતિહાસિક નિર્ણયથી સીધી ભરતી અને પ્રમોશન માટે ઈચ્છુક અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST)ના કર્મચારીઓને અનામતનો લાભ મળી શકશે.
સુપ્રીમ કોર્ટે કર્મચારીઓ માટે જાહેર કર્યો પરિપત્ર
સીધી ભરતી પ્રક્રિયામાં એસસી અને એસટીને લાબ આપવા માટે 200 પોઈન્ટની રોસ્ટર સિસ્ટમ લાગુ કરવામાં આવી છે.