– દવા કંપનીઓ ચમકદાર પેકિંગ રાખી શકશે નહીં
– પેકિંગ પર એક્સ્પાયરી ડેટ વૃદ્ધ પણ વાંચી શકે તેટલા મોટા અક્ષરોમાં એક જ નહીં અનેક સ્થળે છાપવી પડશે
નવી દિલ્હી : દેશમાં દવા નિયમનકાર (ડીજીસીઆઈ) દવાઓના પેકિંગ અને લેબલિંગ સાથે સંકળાયેલા નિયમોમાં મોટાપાયા પર ફેરફાર કરવાની તૈયારીમાં છે. તેના કારણે હવે દવા પર લખેલી એક્સપાયરી ડેટ અને અન્ય જાણકારી વાંચવી સરળ થઈ જશે. તેનો હેતુ દર્દીઓને દવા અંગે સ્પષ્ટ જાણકારી આપવાનો છે, જેથી તે દવા પસંદ કરી શકે. તેના પછી જેનેરિક અને બ્રાન્ડેડ દવાઓ વચ્ચે અંતર કરવું સરળ થઈ જશે.