UPS And NPS Benefits : કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) હેઠળ ઉપલબ્ધ કર લાભો હવે નવી યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS) પર પણ લાગુ થશે. નાણા મંત્રાલયે 24 જાન્યુઆરીએ નોટિફિકેશન જાહેર કરી યુપીએસ રજૂ કર્યું હતું. આ યોજના પહેલી એપ્રિલ-2025થી લાગુ કરવામાં આવી છે અને કેન્દ્ર સરકારની સિવિલ સેવામાં નવા ભરતી થયેલા કર્મચારીઓ માટે એનપીએસના વિકલ્પ તરીકે ઉપલબ્ધ છે. આ ઉપરાંત, હાલના એનપીએસ કર્મચારીઓને પણ યુપીએસમાં સ્વિચ કરવાની એક વખતની તક મળશે. આ યોજનાને અમલમાં મૂકવા માટે, પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA)એ 19 માર્ચે યુપીએસ સંબંધિત નિયમો જારી કર્યા હતા.