Tibetan spiritual leader Dalai Lama: તિબેટીયન ધર્મગુરુ 14મા દલાઈ લામાએ શનિવારે તેમના ઉત્તરાધિકારીની જાહેરાત વિશે અફવાઓ પર પૂર્ણવિરામ લાવતાં કહ્યું કે, ‘લોકોની સેવા કરવા માટે હું કદાચ આગામી 30-40 વર્ષ સુધી જીવિત રહું તેવી આશા છે.’ શનિવારે મેકલિયોડગંજમાં આવેલા મુખ્ય દલાઈ લામા મંદિર, ત્સુગ્લાગખાંગમાં તેમના 90મા જન્મ દિવસની પૂર્વે દીર્ધાયુ પ્રાર્થના સભામાં વાત કરતાં દલાઈ લામા તેનઝિન ગ્યાત્સોએ કહ્યું કે, ‘મને સ્પષ્ટ સંકેત મળી રહ્યો છે કે, અવલોકિતેશ્વરના આશીર્વાદ મારી સાથે છે.’