PM Modi in Brazil: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બ્રાઝિલ સરકારે પોતાના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘નેશનલ ઓર્ડર ઓફ સધર્ન ક્રોસ’થી સન્માનિત કર્યા છે. આ સન્માન બ્રાઝિલની સરકાર દ્વારા તે વ્યક્તિઓને આપવામાં આવે છે જેમણે બે દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હોય. આ સન્માન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત અને બ્રાઝિલની રાજનીતિક, આર્થિક અને સામાજિક ક્ષેત્રમાં સહયોગ વધારવા માટે આપવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મે 2014માં વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીને આ 26મું આંતરરાષ્ટ્રીય સન્માન મળ્યું છે.