પોલીસે ધરણાંની મંજૂરી ના આપતા હાઇકોર્ટમાં અરજી
પક્ષો મનમાનીથી ધરણાં પ્રદર્શનો ના કરી શકે, નાગરિકોને હાલાકી ના થવી જોઇએ
ચેન્નાઇ: મદ્રાસ હાઇકોર્ટે એક મામલાની સુનાવણી દરમિયાન કહ્યું હતું કે વિરોધ પ્રદર્શનો મનોરંજન માટે નથી હોતા. વિરોધ પ્રદર્શનો રાજકીય પક્ષોની મનમરજી કે ઇચ્છા મુજબ ના થઇ શકે. આ પક્ષોની આમ નાગરિકો પ્રત્યે પણ કેટલીક જવાબદારી હોય છે. નાગરિકોના અધિકારોના ભોગે પ્રદર્શન ના યોજી શકો.