હિન્દુ તહેવારો આવે, પવિત્ર શ્રાવણ માસ શરૂ થાય એટલે નાળિયેર, કેળા અને ફૂલનાં વેપારીઓ ભાવ બે ગણા વધારી હિન્દુ રાજમાં હિન્દુ પ્રજાને લૂંટી રહ્યા છે. તેથી સૂચન કે પુરવઠા ખાતા દ્વારા કાયદાકીય પગલાં લઈ રેશનકાર્ડની દુકાનોમાં નાળિયેર અને ડ્રાયફ્રુટ જેવી પ્રસાદી વસ્તુનું વેચાણ રાહત દરે કરાવવું જોઈએ તેવી માંગણી સામાજિક કાર્યકર અરવિંદ સિંધાએ જિલ્લા કલેકટરને આવેદન આપીને કરી છે.
ભારતમાં ભાજપાની હિન્દુ રાજ ચાલી રહ્યું છે ત્યારે હિન્દુ તહેવારો શરૂ થઈ રહ્યા છે. શ્રાવણ માસ ચાલુ થઈ રહ્યો છે ત્યારે વેપારી ઓ દ્વારા અચાનક જ પ્રસાદી, પૂજાની ચીજ વસ્તુઓમાં ડબલ રૂપિયા લઈ હિન્દુ ભક્તો પાસે લૂંટફાટ કરી રહ્યા છે. તેમાં પણ નાળિયેરનાં 20 રૂપિયા હતા તેના 40 રૂપિયા લેવામાં આવે છે, ડ્રાયફ્રુટ 1000 રૂ. કિલોથી વધુ ભાવ લઈ રહ્યા છે. કેળા પણ 50 રૂપિયા કિલોનો ભાવ થઈ ગયો છે, ફૂલ-હારનાં ભાવ બમણા લઈ વેપારીઓ હિન્દુ ભકતો પાસે લૂંટફાટ કરી રહ્યા છે. જિલ્લા કલેક્ટર પુરવઠા ખાતા દ્વારા હોલસેલ વેપારીઓને ત્યાં દરોડા પાડી કાયદાકીય પગલાં લઈ પ્રસાદીની ચીજવસ્તુઓના ભાવ ઓછા કરાવવા પગલાં લેવા જરૂરી છે.
સાથે રજૂઆત કરાઈ છે કે, રેશનકાર્ડની દુકાનોમાં પ્રસાદીની ચીજવસ્તુઓ – નાળિયેર, ડ્રાયફ્રૂટ, સીંગતેલનું રાહતદરે હિન્દુ ભક્તો અને પ્રજાને વેચાણ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.