વાઘોડિયા રોડ વૈકુંઠ ચાર રસ્તા પાસે રુદ્રાક્ષ એલીગન્સમાં રહેતા આકાશ રાજેશકુમાર દેસાઈ ગેડા સર્કલ ખાતે આવેલી કંપનીમાં નોકરી કરે છે. બાપોદ પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, જાન્યુઆરી 2024 માં અમારે દાર્જીલિંગ, સિક્કિમ ફરવા જવાનું હોવાથી મેં મારા મિત્ર ચિંતન પટેલને જાણ કરી હતી તેના થકી રાજર્ષિ સેન જે પશ્ચિમ બંગાળ કોલકાતા ખાતે સેન બીસ્ત્રો એન્ડ ટ્રાવેલ્સ નામની એજન્સી ચલાવે છે તેમનો સંપર્ક કર્યો હતો. હોટલ બુકીંગ અને ફ્લાઇટની ટિકિટ બુક કરાવી હોવાની ખોટી વાતો અમને જણાવી હતી. તેણે અમારી પાસેથી કુલ દોઢ લાખ રૂપિયા લીધા હતા પરંતુ ત્યારબાદ પ્રવાસનું આયોજન કર્યું ન હતું અને અમે રૂપિયા પરત માંગતા તેણે બહાના બનાવવાનું શરૂ કર્યું હતું. તેણે દોઢ લાખ માંથી 40,000 પરત કર્યા હતા પરંતુ હજી 1.10 લાખ રૂપિયા પરત ચૂકવ્યા નથી.