પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારીના જણાવ્યા પ્રમાણે, ટ્રેન નં. 09011 / 09012મુંબઈ સેન્ટ્રલ – ઠોકુર સ્પેશિયલ, ટ્રેન નં. 09019 / 09020 મુંબઈ સેન્ટ્રલ- સાવંત વાડી રોડ , ટ્રેન નં. 09015 / 09016બાંદ્રા ટર્મિનસ -રત્નાગીરી સાપ્તાહિક સ્પેશિયલ , ટ્રેન નં. 09114/ 09113 વડોદરા – રત્નાગીરી સાપ્તાહિક સ્પેશિયલ , ટ્રેન નં. 09110 / 09109 વિશ્વામિત્રી – રત્નાગીરી સ્પેશિયલ ટ્રેન દોડાવશે. વડોદરા – રત્નાગીરી સ્પેશિયલ મંગળવારે વડોદરા થી સવારે 11:15 કલાકે ઉપડશે. અને બીજા દિવસે રાત્રે 12:30 કલાકે રત્નાગીરી પહોંચશે. આ ટ્રેન 26 ઓગસ્ટ અને 2 સપ્ટેમ્બરના રોજ દોડશે. તેવી જ રીતે રત્નાગીરી વડોદરા સ્પેશિયલ બુધવારે રત્નાગીરીથી બપોરે 1:30 કલાકે ઉપડી સવારે 5:30 કલાકે વડોદરા પહોંચશે. આ ટ્રેન 27 ઓગસ્ટ અને 3 સપ્ટેમ્બરના રોજ દોડશે. જ્યારે વિશ્વામિત્રી – રત્નાગીરી સ્પેશિયલ બુધવાર અને શનિવારે સવારે 10 કલાકે વિશ્વામિત્રીથી ઉપડશે. અને બીજા દિવસે રાત્રે 12:30 કલાકે રત્નાગીરી પહોંચશે. આ ટ્રેન 23 ઓગસ્ટ થી 6 સપ્ટેમ્બર સુધી ચાલશે. તેવી જ રીતે રત્નાગીરી – વિશ્વામિત્રી સ્પેશિયલ રવિવાર અને ગુરુવારે રત્નાગીરીથી બપોરે 1:30 કલાકે ઉપડશે. અને વહેલી સવારે 5:30 કલાકે વિશ્વામિત્રી પહોંચશે. આ ટ્રેન 24 ઓગસ્ટથી 7 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ બને ટ્રેનો આ ટ્રેન ભરૂચ ,સુરત ,વલસાડ, વાપી, પાલઘર ,વસઈ રોડ, ભિવંડી રોડ, સાવરદા સહિતના સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે.