– નડિયાદના મંજીપુરામાં રહેતા અને
– કચેરી પાસેના ફ્લેટના ઉપરના માળેથી નીચે ઝંપલાવ્યું : કારણ અંગે તપાસ
નડિયાદ : મહેમદાવાદમાં મામલતદાર કચેરીના એટીવીટી વિભાગમાં ખાનગી ધોરણે ફરજ બજાવતા કર્મચારીએ આજે અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લીધી છે. નડિયાદના મંજીપુરાની ચંદ્રલોક સોસાયટીમાં રહેતા નીરવ મકવાણાએ મહેમદાવાદ મામલતદાર કચેરી પાસે આવેલા શ્રીકૃષ્ણ એવન્યુના એક ફ્લેટના ઉપરના માળેથી નીચે ઝંપલાવીને પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ મહેમદાવાદ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી.
ગંભીર રીતે ઘાયલ થયેલા નીરવ મકવાણાને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મહેમદાવાદ સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. હાલમાં મહેમદાવાદ પોલીસ આ ઘટના અંગે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવાના પ્રયાસો ચાલી રહ્યા છે.