– આણંદ- વડોદ રેલવે સ્ટેશન વચ્ચે
– લાશ પીએમ માટે મોકલી અજાણ્યો યુવક કોણ અને ક્યાંનો છે તે અંગે તપાસ
આણંદ : આણંદ વડોદ રેલવે સ્ટેશન વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન આગળ અજાણ્યા યુવકે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો.
આણંદ વડોદ રેલવે સ્ટેશન વચ્ચે ગઈકાલ રાતે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ટ્રેક ઉપરથી પસાર થઈ રહી હતી. દરમિયાન અચાનક અજાણ્યા ૩૦થી ૩૫ વર્ષના આસરાના યુવકે ટ્રેનની આગળ પડતું મૂક્યું હતું. ટ્રેનની ટક્કરે કપાઈ જવાના કારણે અજાણ્યા યુવકનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું. આ અંગે આણંદ રેલવે પોલીસને જાણ થતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. અજાણ્યા યુવકની લાશનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં મોકલી આપી હતી. આ બનાવ અંગે રેલવે પોલીસે અપમૃત્યુ નોંધી અજાણ્યો યુવક કોણ છે અને ક્યાંનો છે તે દીશામાં વધુ તપાસ હાથ ધરી છે.