અમદાવાદ,બુધવાર,26 માર્ચ,2025
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફુડ વિભાગે શહેરમાં આવેલી
અલગ અલગ ડેરીમાંથી ૧.૩૫ લાખથી વધુની કિંમતનો શંકાસ્પદ પનીરનો ૫૦૦ કિલોથી વધુ જથ્થો સીઝ કર્યો
છે.નિકોલ,વસ્ત્રાલ, જીવરાજપાર્ક તથા
ગોતા વિસ્તારમાં આવેલી ડેરીઓ અને ગોડાઉન તથા અન્ય સ્થળોએ તપાસ કરાઈ હતી. ફુડ વિભાગે પનીરનો જથ્થો સીઝ
કરવાની સાથે સેમ્પલ લેબોરેટરી તપાસ માટે મોકલ્યા છે. જથ્થો પરિણામ ના આવે ત્યાં
સુધી વેચાણ માટે સ્થગિત કરાયો છે.શંકાસ્પદ પનીરનો જથ્થો મહેસાણા કે રાજસ્થાનથી
લવાયો હોવાની શંકા વ્યકત કરાઈ રહી છે.
અમદાવાદ મ્યુનિ.ની ફુડ વિભાગે શહેરના વિવિધ વિસ્તારમાં
આવેલી ડેરીઓમાં શંકાસ્પદ પનીરનું વેચાણ થતુ હોવાની માહીતીના આધારે ૨૪થી ૨૬ માર્ચ
દરમિયાન ડેરીઓમાં સઘન તપાસ કરી હતી.ફુડ વિભાગની ટીમે વેચાણ માટે સ્થગિત કરેલા
શંકાસ્પદ પનીરમાં ગોતામાં આવેલ ડેરી રીચ આઈસક્રીમ ખાતેથી મીડીયમ ફેટ પનીર સાન્યાનુ
એક કિલોના પાઉચનો પણ સમાવેશ થાય છે.
વનસ્પતિ ઘી માંથી પનીર બનાવાયુ હોવાની સંભાવના
મ્યુનિ.ફુડ વિભાગ દ્વારા સીઝ કરવામાં આવેલા ૫૦૦ કિલોગ્રામથી
વધુ શંકાસ્પદ પનીરના સેમ્પલ લેબોરેટરી તપાસ માટે મોકલાયા છે.પરંતુ આ પનીર વનસ્પતિ
ઘીમાંથી બનાવવામાં આવ્યુ હોવાની પ્રબળ સંભાવના હોવાનુ સત્તાવારસૂત્રોમાંથી જાણવા
મળ્યુ છે.
કઈ ડેરીમાંથી
શંકાસ્પદ પનીરનોકેટલો જથ્થો સીઝ કરાયો
નામ સીઝ
કરેલ જથ્થો(કિ.ગ્રા.) કિંમત
૧.સતનામ ડેરી,નિકોલ
ગામ ૧૪૪ ૩૪,૬૫૦
૨.પનીરનું ગોડાઉન,વસ્ત્રાલ ૧૧૯ ૩૦,૯૪૦
૩.વિજય ડેરી,
જીવરાજપાર્ક ૧૧ ૩૫૦૦
૪.શ્રી ક્રીશ્ના ડેરી,
ગોતા ૧૯૯ ૫૯,૭૦૦
૫.ડેરી રીચ આઈસક્રીમ,ગોતા ૩૫ ૧૦,૫૦૦