નવા નાણાંકીય વર્ષના પ્રારંભે ધબડકો
સેન્સેક્સ ૧૩૯૦ પોઈન્ટના કડાકા સાથે ૭૬૦૨૪ જ્યારે નિફટી ૩૫૪ પોઈન્ટ ગબડી ૨૩૨૮૬
અમદાવાદ: આવતીકાલ તા. ૨ એપ્રિલે અમેરિકા દ્વારા ટેરિફ જાહેર થાય તે પૂર્વે વૈશ્વિક બજારો પાછળ ભારતીય શેરબજારમાં પણ વિદેશી રોકાણકારો સહિત ચોમેરથી હાથ ધરાયેલ વેચવાલીની દબાણે સેન્સેક્સમાં ૧૩૯૦ અને નિફટીમાં ૩૫૪ પોઈન્ટનું ગાબડું નોંધાયું હતું. આજે રોકાણકારોની સંપત્તિમાંથી રૂા. ૩.૪૪ લાખ કરોડનું ધોવાણ થવા પામ્યું હતું.
ભારત સરકાર દ્વારા ટેરિફ ઘટાડો કરવા તૈયારી દર્શાવી હોવા છતાં ટ્રમ્પ દ્વારા આકરા પગલા ભરાશે તેવી ભીતિ પાછળ આજે ભારતીય શેરબજારમાં કામકાજનો પ્રારંભ આંચકા સાથે થયા બાદ વિદેશી રોકાણકારો સહિત ફંડો, ઓપરેટરો સહિત ચોમેરથી વેચવાલીના દબાણ પાછળ બજારમાં ઝડપી પીછેહઠ થઈ હતી. આજે તમામ ક્ષેત્રના શેરોમાં પીછેહઠ નોંધાઈ હતી.
વેચવાલીના ભારે દબાણે આજે ઈન્ટ્રા-ડે સેન્સેકસે ૭૬૦૦૦ની અને નિફટીએ ૨૩૧૫૦ની સપાટી ગુમાવી હતી. સેન્સેકસ ઈન્ટ્રાડે ૧૫૦૨ પોઈન્ટ તુટયો હતો.
કામકાજના અંતે સેન્સેક્સ ૧૩૯૦.૪૧ પોઈન્ટ તુટીને ૭૬૦૨૪.૫૧ની સપાટીએ નરમ રહ્યો હતો. જ્યારે નિફટી ૩૫૩.૬૫ પોઈન્ટ તુટીને ૨૩૧૬૫.૭૦ની સપાટીએ નરમ રહ્યો હતો. આજે રોકાણકારોની સંપતિમાં (બીએસઈ માર્કેટ કેપ.) રૂા. ૩.૪૪ લાખ કરોડનું ધોવાણ થતા અંતે રૂા. ૪૦૯.૪૩ કરોડ રહ્યું હતું. આજે વિદેશી રોકાણકારોએ રૂા. ૫૯૦૨ કરોડની વેચવાલી હાથ ધરી હતી.
– ૨૦૨૦-૨૧ પછી સૌથી ખરાબ રીતે નાણાંકીય વર્ષની શરૂઆત
આજે નવા નાણાં વર્ષના પ્રારંભે બજારમાં કડાકો બોલી ગયો હતો જે કોરોનાથી અસરગ્રસ્ત નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧ પછી સૌથી ખરાબ રીતે નાણાંકીય વર્ષની શરૂઆત થઈ હતી. કોરોના વાયરસના કારણે લાદવામાં આવેલા લોકડાઉન કારણે નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧ના પહેલા દિવસે એટલે કે તારીખ ૧ એપ્રિલ ૨૦૨૦ના રોજ સેન્સેક્સમાં ૧૨૦૩ પોઈન્ટ એટલે કે ૪.૧ ટકાનું ગાબડું પડતા ૨૮૨૬૫ ઉતરી આવ્યો હતો. જ્યારે આજે તારીખ ૦૧ એપ્રિલ ૨૦૨૫એ સેન્સેક્સ ૧૩૯૦ પોઈન્ટ એટલે કે ૧.૮૦ ટકા તુટીને ૭૬૦૨૪ની સપાટીએ બંધ રહ્યો હતો. અગાઉ ૧ એપ્રિલ ૨૦૨૧ના રોજ સેન્સેક્સ ૫૨૦ પોઈન્ટ એટલે કે ૧ ટકો વધીને ૫૦૦૨૯ રહ્યો હતો. જ્યારે ૧ એપ્રિલ ૨૦૨૨ના રોજ સેન્સેક્સ ૭૦૦૮ પોઈન્ટ એટલે કે ૧.૨૧ ટકા વધીને ૫૯૨૭૬ બંધ રહ્યો હતો.
૨૦૨૫ના મોટા કડાકા |
|
તારીખ |
કડાકો |
|
(પોઈન્ટ્સ) |
૨૮ ફેબુ્રઆરી |
૧૪૧૪ |
૧ એપ્રિલ |
૧૩૯૦ |
૬ જાન્યુઆરી |
૧૨૫૮ |
૨૧ જાન્યુઆરી |
૧૨૩૫ |