Jamnagar Crime : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પડાણા ગામમાં રહેતા મંગાભાઈ લખમણભાઇ નાગેશ નામના 42 વર્ષના યુવાન પર તેજ ગામના પુનાભાઈ લાખાભાઈ મોરીએ હુમલો કરી દેતાં પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.
પોલીસમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી યુવાને એક વ્યક્તિના મૃત્યુ અંગે અને તેની અંતિમ ક્રિયા માટે 200 રૂપિયાનો આર્થિક ફાળો ઉઘરાવવા માટેનો વોટ્સએપ મેસેજ મૂક્યો હતો, જેનું મનદુઃખ રાખીને આરોપીએ આ હુમલો કર્યાનું પોલીસમાં જાહેર થયું છે.