વડોદરાઃ શહેરમાં પોલીસ કમિશનર દ્વારા સુરક્ષાના કારણોસર જૂના વાહનો અને મોબાઇલની લે વેચ કરતા વેપારીઓ-ગેરેજ સંચાલકોને ગ્રાહકોનું રજિસ્ટર રાખવા ખાસ સૂચના આપવામાં આવી છે.પરંતુ તેમ છતાં કેટલાક સંચાલકો દ્વારા તેનો અમલ કરવામાં આવતાે નથી.જેથી એસઓજી દ્વારા આવા સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવતી હોય છે.
બે દિવસ દરમિયાન પોલીસે જાહેરનામાનો ભંગ કરનાર ગેરેજ અને મોબાઇલના છ સંચાલકોની ધરપકડ કરવામાં આવી છે.
પકડાયેલાઓમાં ન્યુ વીઆઇપી રોડ પર જય આપેશ્વર મોબાઇલ ટેલિકોમના રમેશ કેશાભાઇ રબારી(સાંઇનગર, ખોડિયારનગર) ભવાની મોબાઇલના મહેન્દ્ર રાણારામજી માલી (ગજાનંદ હાઇટ્સ,બરાનપુરા પાસે) અને પટેલ મોબાઇલના પારછારામ પદમારામ ચૌધરી (સહજ રેસિડેન્સી,ખોડિયાર નગર)નો સમાવેશ થાય છે.
જ્યારે,અકોટા ગાયસર્કલ પાસે અર્ચિત ગેરેજના પ્રદિપ કિશનકુમાર દુબે (જવાહર રેલવે લાઇન પાસે,અકોટા) બરોડા ઓટો ગેરેજના મેમુદ વલીભાઇ મુલતાની (અકોટા ગામ) અને અટલાદરાના પ્રમુખ ઓટો પોઇન્ટના નિલ મુકેશભાઇ પટેલ (ગોકુલપુરા, ભાયલી)નો સમાવેશ થાય છે.