– કૌકા ગામની સીમમાંથી ત્રણ શખ્સ જુગાર રમતા પકડાયા
ધોળકા : ધોળકા તાલુકાના કૌકાગામની સીમમાંથી ત્રણ શખ્સે જુગાર રમતા ઝડપાયા છે. પોલીસે સ્થળ પરથી રોકડ રૂ.૨૭ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
કૌકાગામથી પીસાવાડા જવાના ગામ તરફ જવાના કબ્રસ્તાન સામે આવેલા ખેત વિસ્તારમાંથી જુગાર રમતો હોવાની ચોક્કસ બાતમીના આધારે ધોળકા રૂરલ પોલીસે દરોડો પાડયો હતો. જેમાં હસનભાઈ મુસ્તાકભાઈ હાથી (રહે.કૌકા) બાબુભાઈ મફાભાઈ ઝાલા(રહે. બદરખા) અને પુનાજી લક્ષ્મણજી ઠાકોર (રહે.અમદાવાદ)ને જુગાર રમતા રંગે હાથે ઝડપી લીઘા હતા. પોલીસે દાવ પરથી તથા આરોપીઓની અંગજડતી કરી કુલ રોકડ રૂ.૨૭,૫૦૦નો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.