Amreli News: અમરેલી જિલ્લામાં લોકોના પ્રશ્નો, પડતર કામો, વિકાસના કાર્યો અને કાયદો વ્યવસ્થા જેવા મુદ્દાઓને લઈને જિલ્લા કલેકટર વિકલ્પ ભારદ્વાજની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયા અન સાવરકુંડલા-લીલીયાના ધારાસભ્ય મહેશ કસવાલા પણ હાજર રહ્યા હતા.આ બેઠકમાં આ બંને નેતાઓએ અધિકારીઓને બરાબરના આડે હાથ લીધા હતા.
જિલ્લા કલેકટરે તમામ પ્રશ્નોના નિરાકરણ માટે અધિકારીઓને સૂચના આપી
અમરેલી જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ કલેકટરની અધ્યક્ષ સ્થાને મળેલ બેઠકમાં કૌશિક વેકરિયાએ આઉટસોર્સ કર્મચારીઓના પગાર, જર્જરિત પુલોના ડાયવર્ઝન, નેશનલ હાઇવેના રીપેરીંગ અને વરસડા વાસ્મોના કામ અંગે અધિકારીઓને ખખડાવ્યા હતા. સાવરકુંડલા-લીલીયાના ધારાસભ્ય મહેશ કસવાલાએ પણ પ્રાંત કચેરીના પ્રશ્નો અને એનઓસી મુદ્દે અધિકારીઓને ખખડાવ્યા હતા. જિલ્લા કલેકટર વિકલ્પ ભારદ્વાજે આ તમામ પ્રશ્નોના નિરાકરણ માટે સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી હતી.
આ પણ વાંચો: ગોપાલ ઈટાલિયાની જીત બાદ ભાજપના દિગ્ગજ નેતા એક્ટિવ થતાં ફરી નવા જૂની થવાના સંકેત!
ઉલ્લેખનીય છે કે, આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડયા, પોલીસ વડા સંજય ખરાત સહિત વિવિધ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.