ઢાકામાં પાક. સમર્થિત કટ્ટરવાદી પક્ષો, સંગઠનોએ હાથ મિલાવ્યા
જેહાદ ચાહિયે, જેહાદ ચાહિયે, અલ્લાહુ અકબર, હમ કૌન હૈ? આતંકવાદી : નેતાઓએ જનતામાં ઝેર ઘોળ્યું
ઢાકા: બાંગ્લાદેશમાં કટ્ટરવાદીઓ દ્વારા ઇસ્લામિક શાસન લાગુ કરવાના પ્રયાસો વધી રહ્યા છે. એવામાં ઇસ્લામિક શાસનની તરફેણ કરતી દેશની સૌથી મોટી ઇસ્લામિક પાર્ટી જમાત-એ-ઇસ્લામીએ ઢાકામાં પોતાની પ્રથમ વિશાળ રેલી યોજી હતી. પાકિસ્તાન સમર્થક આ પાર્ટીએ બાંગ્લાદેશમાં પોતાની તાકાત દેખાડવાનો પ્રયાસ કર્યો હતો.