જગન સરકારના કૌભાંડમાં ચાર્જશીટ દાખલ કરાઇ
જગન સુધી દર મહિને ૫૦થી ૬૦ કરોડ રૂપિયા પહોંચતા હતા, અનેક નેતાઓનો ચાર્જશીટમાં ઉલ્લેખ
અમરાવતી: રાજધાની દિલ્હીની જેમ આંધ્ર પ્રદેશમાં પણ દારૂ કૌભાંડની ભારે ચર્ચા છે. આંધ્રના આશરે ૩૫,૦૦ કરોડ રૂપિયાના દારૂ કૌભાંડમાં પૂર્વ મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીના પક્ષ વાયએસઆરસીપીના સાંસદ પી.વી. મિથુન રેડ્ડીની સાત કલાક પૂછપરછ બાદ ધરપકડ કરાઇ છે.