image : Social media
Jamnagar : જામનગર જિલ્લાના ધ્રોળમાં આવેલી અમીને શરિયત એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત નુરી સ્કૂલની હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા એક વિદ્યાર્થીનું અપહરણ થઈ ગયું હોવાથી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેને ધ્રોલ પોલીસ શોધી રહી છે.
આ બનાવની વિગત એવી છે કે મૂળ જોડીયાના મોટો વાસ વિસ્તારમાં રહેતા ઈસ્માઈલભાઈ બાવલાભાઇ નંગામરા વાઘેર કે જેનો પુત્ર સાદિક ઈસ્માઈલભાઈ બાવલા (ઉંમર વર્ષ 15) કે જે ધ્રોળની નુરી સ્કૂલની હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે, જે ગત 15મી તારીખે ધ્રોળની હોસ્ટેલમાંથી એકાએક લાપતા બન્યો છે, અને તેનો કોઈ પત્તો સાંપડ્યો નથી.
આથી ધ્રોળ પોલીસ મથકમાં પોતાના પુત્રનું કોઈ અજ્ઞાત શખ્સ દ્વારા અપહરણ કરી ગયાની જાહેરાત કરી છે. તે મામલે ધ્રોળના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.વી.રાઠોડ તપાસ ચલાવી રહ્યા છે.