અમદાવાદ,સોમવાર
આયુર્વેદ ડોક્ટર (બી.એ.એમ.એસ)ની ડિગ્રી મેળવવા માટે નરોડામાં યુવતીના પતિના ઈન્સ્ટગ્રામ આઈડી પર મેડીકલ સ્ટડી બ્યુરો નામથી મેસેજ આવ્યો અને પતિએ પત્નીના એડમિશન માટે ઓન લાઇન રૃા. ૬.૫૦ લાખ આપ્યા હતા. બે વર્ષ પછી એડનિશન નહી થતા છેતરાયા હોવાની ખબર પડી હતી. યુવકે આરોપીઓને ફોન કરતાં ફોન ઉપાડતા ન હતા. આ બનાવ અંગે નરોડા પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
યુવકે કઇ કોલેજમાં એડમિશન લીધું છે ફીની રસીદ એડિશનના પુરાવા માંગતા સાયબર ગઠિયાઓએ ફોન ઉપાડવાનો બંધ કર્યો ઃ નરોડા પોલીસે ત્રણ સામે ગુનો નોંધ્યો
નરોડામાં રહેતી મહિલાએ નરોડા પોલીસ સ્ટેશનમાં નિલમ અને મનીષકુમાર સામે ફરિયાદ નોંધાવી છે કે મેડીકલની ડીગ્રી મેળવવાની તૈયારીઓ કરતી હતી. દરમિયાન ૨૦૨૩માં યુવતીના પતિના ઈનસ્ટાગ્રામ આઈડી ઉપર મેડીકલ સ્ટડી બ્યુરો નામથી મેસેજ આવ્યો હતો. જેથી યુવતીએ વાત કરતા નીલમ નામની વ્યકિતએ વાત કરીને કોર્ષ અંગેની વિગતો સમજાવી હતી.
બાદમાં કોર્ષના ફી અંગેની વાતચીત કરવા માટે થઈને મનીષકુમારનો નંબર આપ્યો હતો. યુવતીના પતિએ ફોન કરીને એડમિશન અને ફી અંગેની વાતચીત કરી હતી. સાયબર ગઠિયાએ પતિને વિશ્વાસમાં લઈને વર્ષ ૨૦૨૩થી ૨૦૨૪ સુધીમાં એક વર્ષની અંદર કુલ રૃા. ૬.૫૦ લાખ ઓનલાઈન અલગ અલગ એકાઉન્ટમાં જમા કરાવડાવ્યા બાદ અનેક વખત ફોન કરીને ફી ભર્યાની રસીદ તથા કઈ કોલેજમાં એડમિશન મળ્યું છે તે અંગે પૂછતા ગોળ ગોળ જવાબ આપીને મોબાઇલ પર વાત કરવાની બંધ કરી દીધી હતી.