મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ઉંચા ખુલ્યા પછી ફરી તૂટયા હતા જ્યારે ચાંદીના ભાવ વધ્યા હતા. જ્યારે ચાંદીના ભાવ વધ્યા હતા. વિશ્વ બજારમાં બેતરફી ઉછળકુદ દેખાઈ હતી. વૈશ્વિક સોનાના ભાવ ઔંશના ૩૩૦૫થી ૩૩૦૬ ડોલરવાળા નીચામાં ૩૨૮૭ તથા ઉંચામાં ૩૩૬૦ થઈ ૩૩૫૦થી ૩૩૫૧ ડોલર રહ્યાના નિર્દેશો હતા.
વૈશ્વિક ડોલર િઈન્ડેક્સ ઘટતાં તથા અમેરિકાએ યુરોપ સામે ફરી ટેરીફનું શસ્ત્ર ઉગામતાં વૈશ્વિક ટ્રેડ વોર ફરી શરૂ થવાની શક્યતા વચ્ચે વૈશ્વિક સોનામાં ઘટાડો ફંડોનું બાઈંગ વધ્યાની ચર્ચા બજારમાં સંભળાઈ હતી. દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૧૦ ગ્રામના ૯૯૫ના રૂ.૯૫૧૩૪ વાળા રૂ.૯૫૪૩૧ થઈ રૂ.૯૫૦૮૯ રહ્યા હતા જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૯૫૫૧૬ વવાળા રૂ.૯૫૮૧૫ થઈ રૂ.૯૫૪૭૧ રહ્યા હતા.
મુંબઈ ચાંદીના ભાવ કિલોના જીએસટી વગર રૂ.૯૬૫૧૯ વાળા રૂ.૯૭૬૫૪ થઈ રૂ.૯૬૯૦૯ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંશના ૩૩.૧૬થી ૩૩.૧૭ વાળા નીચામાં ૩૨.૯૦ તથા ઉંચામાં ૩૩.૨૯ થઈ ૩૩.૧૧થી ૩૩.૧૨ ડોલર રહ્યા હતા. અણદાવાદ ઝવેરી બજારમાં આજે ચાંદીના ભાવ કિલોના રૂ.૯૭૦૦૦ના મથાળે ટકેલા રહ્યા હતા.
અણદાવાદ સોનાના ભાવ વધતાં અટકી રૂ.૨૦૦ ઘટી ૯૯૫ના રૂ.૯૮૫૦૦ તથા ૯૯૯ના રૂ.૯૮૮૦૦ રહ્યા હતા. વૈશ્વિક પ્લેટીનમના ભાવ વધી બે વર્ષની ટોચે પહોંચી ઉંચામાં ભાવ ઔંશના ૧૦૯૭ થઈ ૧૦૮૫થી ૧૦૮૬ ડોલર રહ્યા હતા.
પેલેડીયમનાભાવ ઉંચામાં ૧૦૧૮ થઈ ૯૯૪થી ૯૯૫ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૩૧ ટકા ઉંચા બોલાઈ રહ્યા હતા. વૈશ્વિક ક્રૂડતેલના ભાવ બે તરફી વધઘટે અથડાતા રહ્યા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ઉંચામાં ૬૪.૬૬ તથા નીચામાં ૬૩.૩૨ થઈ ૬૩.૬૮ ડોલર રહ્યા હતા.
ઓપેકના દેશો ઉત્પાદન વધારશે એવા નિર્દેશોએ ક્રૂડતેલના ભાવ દબાણ હેઠળ રહ્યા હતા. યુરોપ સામે ટેરીફ વચ્ચે અમેરિકાએ ફરી ટ્રેડવોર શરૂ કર્યાના વાવડ વચ્ચે સોનામાં ફંડોનું બાઈંગ વધ્યાની ચર્ચા બજારમાં સંભળાઈ રહી હતી. જો કે કેનેડામાં રિટેલ સેલ વધ્યાના વાવડ મળ્યા હતા. અમેરિકામાં બેરોજગારીના દાવા જોબલેસ કલેઈમ્સ ૮૦૦૦ ઘટી ૨ લાખ ૨૭ હજાર આવતાં ત્યાં જોબ માર્કેટ ફરી ઉંચકાઈ રહ્યાના સંકેતો મળ્યા હતા. મુંબઈ કરન્સી બજારમાં ડોલર સામે રૂપિયો તૂટતો અટકી ફરી ઉંચકાતાં દેશના ઝવેરી બજારોમાં આ જે સોનામાં ઉછાળે સાવચેતીનો સૂર જોવા મળ્યો હતો.