– ઓપરેશન સિંદૂર મુદ્દે સંસદમાં ભારે હોબાળો, ગૃહની કાર્યવાહી સ્થગિત
– એક બે નહીં પણ 24 વખત ટ્રમ્પે દાવો કર્યો કે ભારત-પાક. યુદ્ધ તેમણે અટકાવ્યું, આ અપમાનજનક કહેવાય : ખડગે
નવી દિલ્હી : લોકસભા અને રાજ્યસભામાં ચોમાસુ સત્ર શરૂ થઇ ગયું છે. જોકે સત્રના પ્રથમ દિવસે જ બન્ને ગૃહમાં ઓપરેશન સિંદૂર સહિતના મુદ્દે ભારે હોબાળો જોવા મળ્યો હતો. જેને પગલે દિવસભર માટે સંસદની કાર્યવાહીને સ્થગિત કરવી પડી હતી.